લાંક પાસે કેનાલમાં ડૂબેલા બાળકનો મૃતદેહ 24 કલાક પછી મળી આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયડ: બાયડ તાલુકાના લાંક ગામ પાસે અાવેલ સુજલામ સુફલામ કેનાલમાં મંગળવારના રાેજ કપડવંજના દાણા ગામમાંથી રિક્ષા અાવતી હતી.જ્યાં ડ્રાઇવર સ્ટેરીંગ ઉપરનાે કાબુ ગુમાવતા રિક્ષા કેનાલમાં ખાબકી હતી. જ્યાં રિક્ષામાં બેઠેલા 5 વ્યક્તિઅાેને સ્થાનીક તરવૈયાઅાે દ્વારા ડૂબતા બચાવાયા હતા. તથા બાળકની શાેધખાેળ હાથ ધરી હતી. બાળકની લાશ શાેધવા માટે અમદાવાદ ફાયર ફાઇટરની ટીમ બોલાવવામાં  આવી હતી.અમદાવાદની ટીમે તપાસ કરતાં અાયુશનાે મૃતદેહે બુધવાર ના રાેજ એટલે કે 24 કલાક બાદ બપાેરના 2 વાગ્યાની અાસપાસ મળી અાવ્યાે હતો.

 

બાયડ તથા માેડાસાના ફાયરફાઇટર કામ ન અાવ્યો


બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા બાયડ તથા માેડાસાના ફાયરફાઇટર ની ટીમ ને અાડે હાથ લેતા ટીમના સભ્યાે છુમંતર થઇ ગયા હતા. ધારાસભ્ય અે અાક્ષેપ કર્યાે હતાે કે બંને  નગરપાલિકાઅાેમાં પુરતાે સ્ટાફ ન હાેવાનું જણાવ્યું હતુ. તથા અા બંને  ફાયરફાઇટર કામ ન અાવતા અમદાવાદથી ટીમ બાેલાવવામાં અાવી હતી.જ્યાં ટીમ દ્વારા લાશ ને શાેધી કાઢવામાં અાવી હતી.

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...