Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » The bustle of a double-barreled gang In Himatnagar, 3 Arrested

એકનું ડબલ કરતી ગેંગનો પર્દાફાશ:બન્ટી-બબલી સહિત ત્રણની ધરપકડ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 11:10 PM

ઇડરના નાના કોટડાના છેતરાયેલા વ્યક્તિની મદદથી હિંમતનગર એસઓજીએ છટકું પાર પાડ્યું

  • The bustle of a double-barreled gang In Himatnagar, 3 Arrested
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મોડાસામાં રહેતા બન્ટી-બબલી સહિત ત્રણની ધરપકડ કરાઇ

    હિંમતનગર: રાજસ્થાનના ચિતોડગઢ નજીક સાવરીયા ગામના રૂપિયાનો વરસાદ વરસાવતા અઘોરીના સાગરીત અને હાલમાં મોડાસા ખાતે રહેતા બન્ટી-બબલીને સાબરકાંઠા એસઓજીએ ઈડરના વ્યક્તિ પાસે નક્કી કર્યા મુજબ શનિવારે સાંજે પૈસા લેવા આવતા હિંમતનગર શહેરના મોતીપુરા ખાતેથી ઝડપી પાડી રાત્રિ દરમિયાન પૂછપરછ કરતાં લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ શખસો એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકોને છેતરતા હોવાનું અને સાબરકાંઠા-બનાસકાંઠામાં પાંચ લોકોને છેતર્યા હોવાનું કબુલ્યું હતું.

    મોડાસામાં રહેતા બન્ટી-બબલી સહિત ત્રણની ધરપકડ કરાઇ


    ઇડરના નાના કોટડા ગામના જીતેન્દ્રભાઈ ગોબરભાઇ પ્રજાપતિ ચારેક માસથી હાલ મોડાસા ખાતે સ્વાગતવિલામાં રહેતા બન્ટી-બબલીના સંપર્કમાં આવ્યા હતા અને ચિત્તોડગઢ નજીક એક અઘોરી બાબા પાસે ચમત્કારી વિદ્યા છે અને આ વિદ્યાથી પૈસાનો વરસાદ વરસાવતા હોવાનું જણાવી એકના ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને ચાર માસ દરમિયાન જીતેન્દ્રભાઈ પાસેથી રૂ.10 લાખ અને તેમના ગામના કમલેશભાઈ કોટડીયા પાસેથી 3.5 લાખ મળી કુલ રૂ. 13 લાખ 50 હજાર બન્ટી-બબલીએ ખેરવી લીધા હતા. આ બંને જણાને અવારનવાર સાવરીયા લઈ જઇ અઘોરી ઓમ પ્રકાશ શર્માને મળાવી ચમત્કાર પણ બતાવ્યો હતો.

    આગળ વાંચો: સાબરકાંઠા અને બનાસકાંઠામાં પાંચ જણાને છેતર્યાનું ખુલ્યું

  • The bustle of a double-barreled gang In Himatnagar, 3 Arrested
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફર્નિચર અને ઘરેણામાં નાણાં વાપરી કાઢ્યા

    સાબરકાંઠા અને બનાસકાંઠામાં પાંચ જણાને છેતર્યાનું ખુલ્યું


    જીતેન્દ્રભાઈ પ્રજાપતિને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થઇ જતાં બીજા પૈસા આપવા માટે શનિવારે સાંજે હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે બન્ટી-બબલીને બોલાવી એસઓજી પીઆઈ એસ.એન પરમારનો સંપર્ક કરી તમામ વિગતોથી વાકેફ કર્યા હતા અને ત્યારબાદ એસઓજી પીઆઈએ મોતીપુરા ખાતે વોચ ગોઠવી સિલ્વર કલરની એસેન્ટ કારમાં આવી ચઢેલ જેન્તીભાઈ મણીલાલ પટેલ (મૂળ રહે. સંઘપુર, તા. વિજાપુર, હાલ રહે. સ્વાગતવિલા, મોડાસા) પરવિન ઉર્ફે બબલી વા/અો મુબારક હુસેન સૈયદ (મૂળ રહે.  રતલામ, મધ્યપ્રદેશ, હાલ રહે. સ્વાગતવિલા મોડાસા) અને ઇન્દ્રેશ ઉર્ફે સની મદનલાલજી જોષી (રહે. ભજનખેડા તા. જી. રતલામ મધ્યપ્રદેશ)ને ઝડપી પાડ્યા હતા.

     

    આગળ વાંચો: બંન્ટી-બબલીએ છેતરપિંડીની કરેલી કબૂલાત 

  • The bustle of a double-barreled gang In Himatnagar, 3 Arrested
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સાબરકાંઠા અને બનાસકાંઠામાં પાંચ જણાને છેતર્યાનું ખુલ્યું

    બંન્ટી-બબલીએ છેતરપિંડીની કરેલી કબૂલાત 


    - નાના કોટડાના જીતેન્દ્ર પ્રજાપતિ પાસેથી ચાર માસ દરમિયાન 10 લાખ 
    - નાના કોટડાના કમલેશ કોટડીયા પાસેથી ચાર માસમાં રૂ. 3.5 લાખ
    - ફલાસણના ચંદુભાઈ પાસેથી ચાર માસ દરમિયાન રૂ. 2.5 લાખથી વધુ 
    - વડગામ તાલુકાના પીલુચાના જગદીશભાઈ ઉર્ફે પપ્પુ દરખાજી મોદી પાસેથી રૂ. 36 હજાર અઘોરી બાવો ઓમ પ્રકાશ શર્માને આપ્યા હતા 
    - વડગામ તાલુકાના પીલુચાના હમીરભાઇ રાવળ પાસેથી રૂ.50 હજાર 

     

    આગળ વાંચો: ફર્નિચર અને ઘરેણામાં નાણાં વાપરી કાઢ્યા

  • The bustle of a double-barreled gang In Himatnagar, 3 Arrested

    ફર્નિચર અને ઘરેણામાં નાણાં વાપરી કાઢ્યા


    હાલ મોડાસામાં સ્વાગતવિલામાં રહેતા જયન્તીભાઈ અને પરવીન ઉર્ફે બન્ટી-બબલીએ અઘોરી બાવાના નામે લાખ્ખોની છેતરપિંડી આચરી છે અને પ્રાથમિક તપાસમાં આ નાણાં અઘોરી ઓમ પ્રકાશ શર્માને પણ નથી આપ્યા અને ઘરેણા તથા ફર્નીચરમાં વાપર્યા હોવાનું બહાર આવ્યું છે.  

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending