મોડાસા પાલિકાની રૂ.3.50 કરોડની વેરા વસુલાત: 3 દિવસમાં 10 દુકાનો સીલ

Taxation of Rs. 3.50 crores of Modasa MC-10 stalls sealed in 3 days
Bhaskar News

Bhaskar News

Apr 01, 2018, 11:35 PM IST

મોડાસા: મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા 6.6 કરોડ રૂપિયાના બાકી વેરામાંથી 3.50 કરોડની ટેક્ષની વસુલાત કરવામાં આવતા માત્ર 53 ટકા ટેક્ષની વસુલાત કરી હોવાનું જાણવા મળેલ છે. બાકીદારોનો ટેક્ષ વસુલ કરવા માટે પાલિકાએ મિલકત જપ્તી સુધીની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં ટીમે 10 દુકાનોને સીલ કરતાં વેપારીઓમાં અફડા તફડી મચી ગઇ છે. જ્યારે મધુફળી, રાવળવાસ, પટેલવાસ અને ગુજરાતી ફળી સહિતના વિસ્તારમાં નળ કનેકશન કાપી મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી હાથ ધરી છે.


મોડાસા પાલિકાએ જાન્યુઆરીથી માર્ચ સુધી પાલિકાની ટીમે 50 જેટલા બાકીદારોના નળ કનેકશન કાપી નાખ્યા હતા. જ્યારે છેલ્લા અઠવાડિયામાં ટેક્ષ ન ભરતાં દુકાનદારો સામે શનિવાર સાંજ સુધીમાં 10 જેટલી દુકાનોને સીલ મારી દીધું હતુ. સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રા.શા.- કોલેજ અને સરકારી કચેરીનો મોટાભાગનો બાકી ટેક્ષનો ચેક પાલિકાએ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.જ્યારે શહેરની બે નામાંકિત હાઇસ્કૂલ અને એક સ્વચ્છીક સંસ્થાનો ટેક્ષ બાકી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

X
Taxation of Rs. 3.50 crores of Modasa MC-10 stalls sealed in 3 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી