Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Tantric awakening in the name of rampant rituals in the river Vatrak of Malpur

માલપુરની વાત્રક નદીમાં વિધિ કરવાના બહાને દુષ્કર્મ ગુજારનારો તાંત્રિક ઝબ્બે

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 11:49 PM

સાસુ બિમાર રહેતી હોઇ મહિલા અને તેના પતિને અલગ-અલગ સ્થળે લઇ ગયો હતો

  • Tantric awakening in the name of rampant rituals in the river Vatrak of Malpur

    માલપુર: માલપુર વાત્રક નદીની કોતરમાં વિધિના બહાને મોડાસાની એક મહિલા ઉપર દુષ્કર્મ કરી ભાગી જનાર તાંત્રિકની પોલીસે તેના ઘરેથી જ ધરપકડ કરી હતી. જ્યારે બીજા દિવસે પણ પોલીસે અન્ય એક દુષ્કર્મનો વોન્ટેડ આરોપીની ધરપકડ કરી બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. માલપુરની ભાગોળેથી પસાર થતી વાત્રક નદીની કોતરમાં મહિલાની સાસુ બિમાર રહેતી હોવાને લઇ વિધિ કરવાના બહાને તેના પતિ અને મહિલાને મહિસાગર બાદ અલગ-અલગ સ્થળે વિધિ કરાવી વાત્રક નદીની કોતરમાં ગત 21 માર્ચના રોજ લઇ જઇ મહિલાના પતિએ અન્ય સ્થળે મોકલી મહિલા પર દુષ્કર્મ આચરનાર તાંત્રિક કાન્તીભાઇ અરજણભાઇ ભરવાડ (રહે. રમાણા)ની પોલીસે રવિવારની રાત્રે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

    આ પહેલા પોલીસે તેના લોકેશનના આધારે ધનસુરા, મોડાસા અને રાજકોડ સુધી તપાસ હાથ ધરી હતી. જોકે, અંતે પોલીસે અંતે તેના ઘરે તપાસ કરતાં સફળતા મળી હતી. જ્યારે સોમવારે પણ એક દુષ્કર્મનો વોન્ટેડ આરોપી વિરેન્દ્રસિંહ કેશરસિંહ ખાંટ (રહે. વાડીનાથના મુવાડા)ની પણ ધરપકડ કરી બંને આરોપીઓને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ