ઇડરના રેવાસમાં ખેતર ખેડવા મામલે લાકડી - દાતરડાથી હુમલો, બેને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરઃ  ઇડરના રેવાસમાં બુધવારે ખેતર ખેડવાના મામલે તકરાર થતાં લાકડી અને દાતરડા જેવા હથિયાથી મહિલા સહિત બેને ઇજા થઇ હતી. જેને લઇ ઇડર પોલીસે ચાર જણા વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઇડરના રેવાસ ગામની સીમના સર્વે નં.485ની એક એકર જમીન મધૂબેન વા/ઓ જીતેન્દ્રકુમાર પટેલના પરીવારને વારસામાં મળેલ છે. જેમાં જીતેન્દ્રકુમાર અને તેમના ભાઇ જ્યોતિન્દ્રકુમાર સંયુક્ત રીતે વાવેતર કરે છે. ખેતરમાં બાજરીનું વાવેતર કરેલ હોઇ બુધવારે મધૂબેન ખેતરમાં ગયા હતા. તે વખતે તેમના કુટુંબી ઇશ્વરભાઇ રેવાભાઇ પટેલ ટ્રેક્ટર લઇને ખેતર ખેડવા આવેલા હોઇ મધૂબેને કહ્યું કે, ખેતર અમારી માલિકીનું છે તમારા  જમાઇના કુટુંબીઓનું નથી.

 

 લાકડીઓ ફટકારી

 

દરમિયાન નજીકના ખેતરોમાંથી ધર્મેન્દ્ર પટેલ, જ્યંતી પટેલ, મણા પટેલ, હર્ષદ પટેલ, જયેશ પટેલ, ગંગાબેન પટેલ, ઉર્મીલાબેન પટેલ, જયાબેન પટેલ અને તારાબેન પટેલ હાથમાં લાકડીઓ, દાતરડુ, કોદાળી લઇ આવી ચઢ્યા હતા અને અપશબ્દો આ જમીન અમે ખેડીશુ કહીં ધમકીઓ આપી હતી. દરમિયાનમાં જ્યંતિભાઇઅે મધૂબેનને લાકડી, ગંગાબેને કપાળમાં દાતરડુ માર્યુ હતુ.દરમિયાનમાં મધૂબેનનો ભત્રીજો પ્રેમલ દોડી આવતાં તેને પણ લાકડીઓ ફટકારી હતી. આજુબાજુના ખેતરોમાંથી દોડી આવેલ લોકોએ તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઇડર પોલીસે આ અંગે ધર્મેન્દ્ર ભીખાભાઇ પટેલ, જયંતી ભીખાભાઇ પટેલ, મણા કોદરભાઇ પટેલ અને હર્ષદ મણાભાઇ પટેલ (તમામ નરસીંહપુરા) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...