તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિરોહીના રાજકુંવરીની ભક્તિથી શારણેશ્વર મહાદેવ પ્રગટ થયા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર: ભગવાન ભોળા શંભુ તેના ભક્તોના તારણહાર હોવાના અનેક કિસ્સા ઓ જોવા મળે છે. જ્યા તેઓએ સ્વાયંભૂ ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે ત્યાં પોળોના મહારાણી અને રાજસ્થાનના સિરોહીના રાજકુંવરીની શિવભક્તિના પરિણામે પોળોનું ભવ્ય અને પ્રાચીન શારણેશ્વર માહાદેવનું પ્રાગટ્ય થયાનો ઇતિહાસ રહ્યો છે. વિજયનગર તાલુકાના આંતરસુંબા અભાપુર નજીકના આરાવલ્લીના પહાડોમાં વસેલી પોળો નગરીના મહારાવના  રાજસ્થાનના સિરોહીના રાજકુંવરીસાથે લગ્ન થયા હતા. જે મહારાણી ભગવાન ભોળાનાથના પરમ ભક્ત હતા અને શિવજીના દર્શન કે પૂજન વિના અન્નજળ નહીં લેવાનું તેમને પ્રાણ રાખ્યું હતું જેઓ લગ્ન બાદ પોળોમાં સાસરે આવતા તેમને પોતાન પતિ અને પોળોના મહારાવને શિવભકિતની વાત કરી હતી અને શિવજી ના દર્શન પૂજન માટે વિનવણી કરી હતી.

 

સ્વયમ્ભુ શિવલિંગ રૂપે પ્રગટ થશે તેવી ભવિષ્યવાણી  કરી હતી

 

પોળો મહારાવે પોતાની પત્ની ની શિવભક્તિ અંગે ટીખળ કરી લગ્ન બાદ પતિ જ તેની પત્ની નું સર્વશ્વ હોવાનું કહી ને પોતાનું પ્રાણ તોડી અન્નજળ લેવા ની પટટીગના ભંગ કરવાનું જણાવ્યુ હતું  પરંતુ  મહારાણીએ પોતાની શિવભક્તિ અંગે ની પરીક્ષા લેનારા પતિ સામે શિવ દર્શન  વિના  અન્નજળ નહીં લેવાની પોતાની વાત ને વળગી રહેતા મહારાવ ક્રોધિત થાય હતા આમ મહારાણીની શિવભકિત  ને પડકારતા  ભગવાન ભોળાનાથે પોતાની ભક્તની પરીક્ષા લેનારા મહારાવને  રાત્રિ સમયે સ્વપ્નમાં  આવી અભાપુરના હરણાવ કાંઠે ખાડો ખોદવા નું કહી ત્યાં પોતે સ્વયમ્ભુ શિવલિંગ રૂપે પ્રગટ થશે તેવી ભવિષ્યવાણી  કરી હતી જેનાથી અભિભૂત થયેલા પોળોનાં મહારાવે હાલ ભવ્ય શિવાલય છે ત્યાં ખોદકામ કરતા જમીનમાંથી પ્રાચીન ભોળાનાથ નું શિવલિંગ પ્રગટ થયુ હતું.

 

મંદિર નિર્માણમાં લાખ નો પણ ઉપયોગ

 

આજનું શારણેશ્વર મહાદેવનું નિર્માણ થયુ છે  કે જે વિજયનગરસહિત  રાજસ્થાનના ઉદયપુર ડુંગરપુર જિલ્લાના ભક્તોમાં અને હવે સમગ્ર ગુજરાતના પ્રાવાસીઓનું આસ્થા કેન્દ્ર બન્યું છે જે મન્દિરમાં પૂર્વ ભારતની મોંગોલિયન શિલ્પ શૈલીની ઝલક જોવા મળે છે. મંદિર નિર્માણમાં લાખ નો પણ ઉપયોગ જે તે સમયના શિલ્પીઓએ આબેહૂબ કર્યો હોવાનું  અમદાવાદના ગિરીશભાઈ મિસ્ત્રી અને મયુરભાઈ રાઠોડે જણાવ્યું હતું.