મોડાસા: ઓઘારી તળાવ પર 4 લાખના ખર્ચે મહિલાઓ માટે બનશે ઓપન જીમ

Bhaskar News

Bhaskar News

Apr 01, 2018, 11:30 PM IST
Open Gym for women at a cost of Rs 4 lakh on Oghari lake

મોડાસા: મોડાસા પાલિકા વિસ્તારમાં ઓઘારી તળાવ હરવા ફરવા માટેનું હોવાથી તેના બ્યુટીફીકેશન માટે પાલિકાએ 8 વર્ષમાં રૂ. 3.55 કરોડનો ખર્ચ કર્યો છે અને હજુ પણ સરકારની જુદી જુદી યોજના હેઠળ 1.4 કરોડનો ખર્ચ કરી તળાવને વધુ રમણીય બનાવાશે. 2009માં પાલિકાએ ઓઘારી તળાવના બ્યુટીફીકેશન માટે સરકારની જુદીજુદી યોજનાઓ અંતર્ગત 8 વર્ષના સમયગાળામાં કરોડો રૂપિયા ખર્ચ કરી આજે ઓઘારી તળાવની ફરતે બગીચો, રમતના સાધનો અને બેસવા માટે વ્યવસ્થા ઉભી કરી છે.

તાજેતરમાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં બાળકો માટે એક જુદી જ ગેલેરી બનાવવાની સાથે યુવાનો માટે ઓપન જીમના સાધનો પણ ઓઘારી તળાવના કિનારે પરના ગાર્ડનમાં મુકવામાં આવ્યા છે. જેનો હજુ શુભારંભ કરવાનો બાકી છે. જજીસ બંગલા તરફ રેમ્પ પગથીયાં અને સ્ટ્રકચરનું કામ કરવાની સાથે આધુનિક ડિઝાઇન વાળો લોખંડનો બ્રિજ બનાવવાની સાથે સાથે મહિલાઓ માટે પણ ઓપન જીમ બનાવવાનું પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત કામગીરી માટે રૂ. 34 લાખ પણ ફાળવાયા છે. તળાવના વરસાદી ઓવરફલોના નિકાલ માટે પણ 14 મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી 70 લાખની ફાળવણી કરવામાં આવતાં ગટરલાઇન માટે પ્લાન એસેટીમેન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. પાણીના નિકાલ માટે કાર્તિકેય સોસાયટીથી પાવન સીટી અને ત્યાંથી પાલિકાની જૂની ગટરલાઇનમાં વરસાદી પાણીનો નિકાલ કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાનું પાલિકાના એન્જિનિયર દેવાંગ સોનીએ જણાવ્યું હતુ.

X
Open Gym for women at a cost of Rs 4 lakh on Oghari lake
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી