મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને રાધનપુર નજીક અકસ્માતમાં ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર: ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૌશલ્ય કુવરબા પરમાર હિંમતનગરથી ભચાઉ જઇ રહ્યા હતા. દરમિયાન રાધનપુર પાસે અકસ્માત થતા બેને ઇજાઅો થઇ હતી.


 ભચાઉ નગરપાલિકાની ચૂંટણી બાદ સોમવારે પ્રમુખ / ઉપપ્રમુખની વરણી કરવાની હોઇ તેની સેન્સ લેવા માટે હિંમતનગરમાં રહેતા મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા   શુક્રવારે બપોરે નિકળ્યા હતા, ત્યારે રાધનપુરથી 4 કિ.મી. દૂર ભિલોટ ચોકડી પાસે ટેક્ટર આડુ આવી જતાં ગાડી ફંગોળાઇ ગઇ હતી અને સામેના ટ્રેક પર જઇ ચડી હતી. જેને લઇને કૌશલ્ય કુવરબા અને મગનસિંહ પરમારને ઇજાઓ થઇ હતી. 108 દ્વારા તેમને રાધનપુર હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...