સભા / જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત ખેદાનમેદાન થઈ જશે: PM મોદીએ વ્યક્ત કર્યો ભય

narendra modi on public meeting on himmatnagar

  • હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે લોકોએ બે કલાક  રાહ જોઈ
  • સુરેન્દ્રનગર સભામાં સરદારસિંહ રાણા અને ઝવેરચંદ મેઘાણીને યાદ કર્યા

DivyaBhaskar

Apr 17, 2019, 07:36 PM IST

હિંમતનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે બીજીવાર ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે હિંમતનગર ખાતે ઊભા કરાયેલા ખાસ ડોમમાં બે કલાક કરતા વધુ સમયથી ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં આ વખતે સતત બે દિવસ લોકસભા પ્રચારમાં નરેન્દ્ર મોદી આવ્યા છે. અહીં મોદીએ લોકો પાસે ફિર એક બાર મોદી સરકારના નારા લગાડ્યા હતા. ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતને ખેદાનમેદાન કરી દેશે તેવો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન સરદાર પટેલ, મણીબેન પટેલ અને મોરારજી દેસાઈના ઉદાહરણો ટાંક્યા હતા. નહેરુથી લઈને નામદાર સુધી તમામને ગુજરાતથી તકલીફ છે. અહીં ગાંધી પર પરોક્ષ પરિવાર કરીને આખો પરિવાર મારી સામે પ્રચાર કરી રહ્યો છે. મેં એવું કર્યું કે બધા દોડતા થયા. ફરી એકવાર મને દિલ્હી મોકલશો તો આખો પરિવાર જેલમાં જશે.
સુરેન્દ્રનગરની સભામાં શું કહ્યું
આ ચૂંટણી સામાન્ય નથી- દેશનું ભવિષ્ય ક્યાં જશે તે આ ચૂંટણીમાં નક્કી થશે
કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો
કોંગ્રેસને દેશની પ્રગતિ પસંદ નથી
કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનમાં જઈ કહ્યું તમારે શાંતિ જોઈએ તો મોદીને હટાવી દયો
કોંગ્રેસ બીજાની આડમાં હુમલાઓ કરી રહી છે
કોંગ્રેસ પહેલા મોદીને ગાળો દેતા હતા અને હવે ગુજરાતને ગાળો આપે છે
2001થી ગુજરાત હિંદુસ્તાનનો હિસ્સો નથી તેવો કોંગ્રેસે વ્યવહાર કર્યો
તમે જેટલો કાદવ ઉછાળશો તેટલા કમળ વધુ ખીલતા રહેશે
આવડો મોટો દેશ ચલાવવાનો હોય તો દેશને મજબુત સરકાર જોઈએ મજબુર સરકાર નહીં ચાલે
કોંગ્રેસના આખા ચૂંટણી ઢંઢેરામાં મધ્યમ વર્ગ માટે એક પણ શબ્દ નથી
દેશને ચલાવવા માટે ઢિલો પ્રધાનમંત્રી ન ચાલે
પાંચ વર્ષ દેશની પાઈ-પાઈ બચાવી દેશનો વિકાસ કર્યો છે
કોંગ્રેસે દેશના મધ્યમ વર્ગને ખતમ કરવાની કોશિશ કરી
દેશના વિકાસકાર્યમાં મધ્યમવર્ગનો સૌથી મોટો ફાળો
કોંગ્રેસને દેશના જવાનો પર વિશ્વાસ નથી એટલે એરસ્ટ્રાઈકનું સબુત માંગે છે
પાણી માટે અલગ મિનિસ્ટ્રી અને માછીમારો માટે અલગ મિનિસ્ટ્રી બનાવી
એક ચોકીદારે તમારી મદદ જોઈએ છે
એક ચોકીદારને મદદ જોઈએ છે
ઘર-ઘર મેં હેં ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર
ભગોડો પર કાનુન કી માર, બંધ હુઆ કાલા કારોબાર
આતંક પર હો રહા આખરી વાર, ઘુસપૈઠીએ ભાગે સીમા પાર
ટુટેગી જાત-પાતકી દીવાર

નરેન્દ્ર મોદીએ હિંમતનગર સભામાં શું કહ્યું,
લોકસભાની 2019ની ચૂંટણીનો ચકરાવો શરૂ થઇ ગયો છે અને રાજકીય પક્ષોના જમા ઉધારના લેખાં જોખાંનો હિસાબ કિતાબ થઇ રહ્યો છે
પહેલાના પ્રધાનમંત્રી ને સાબરકાંઠા આવવાનો સમય નહોતો પરંતુ તમારો આ પ્રધાનમંત્રી ઇઝરાયેલના પ્રધાનમંત્રી ને પણ અહીં લઇ આવ્યો છે. ઇઝરાયેલની ટેક્નોલોજીનો લાભ આજે સાબરકાંઠાને મળી રહ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આટલા વર્ષો હું તમારી વચ્ચે રહ્યો છું અને તમે પણ જાણો છો કે આટલા વર્ષોમાં ક્યારેય આપણા પાર કોઈ કલંક લાગ્યો નથી
ગુજરાત સરકારને તોડવા માટે દિલ્હી દરબારે આકાશ પાતાળ ભેગા કરી દીધા હતા. પરંતુ હવે ફરીથી તેઓ આવા કાર્યો કરી શકે તેવો એમને મોકો નથી આપવાનો
જે આખો પરિવાર જામીન પર બહાર છે, દેશને જેમણે લૂંટ્યો છે તેમને સજા આપવી જોઈએ કે નહીં? આખા પરિવારને આ ચા વાળો આંખના કણાની જેમ ખૂંચી રહ્યો છે
આપ સૌએ દેશની ચાર ગણી સેવા કરવા માટે મને દિલ્હી મોકલ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દેશ પાછલા પાંચ વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે
શું આ મહામિલાવટી નેતાઓને ભારતની જનતાની સમજદારી પર ભરોસો નથી. 60 વર્ષમાં તેમણે કેવી કેવી સંસ્થાઓને બરબાદ કરી નાખી
ટુકડે ટુકડે ગેંગનો બચાવ કરતા લોકો આ દેશમાં રાજ કરશે કે પછી રાષ્ટ્રભક્તિ કરનારા લોકો દેશની સેવા કરશે તે માટેની આ લોકસભાની ચૂંટણી છે
આપણા દેશ પર આતંકવાદી હુમલા થાય અને તમારો આ પ્રધાનમંત્રી ચૂપ રહે?
ઉરીમાં હુમલો થાય આપણા જવાનો શહીદ થાય અને હું ચૂપ રહું?
હું સરદાર સાહેબની ભૂમિમાં ઉછરેલો છું, દરેક હુમલાનો હિસાબ લેવો પડે
આ કોંગ્રેસ પાર્ટી દેશના સૈનિકોની સુરક્ષાને પણ હટાવવા માંગે છે.
કોંગ્રેસના ઢકોસલા પત્રમાં વિધિવત રીતે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાં ઢંઢેરામાં લખેલું છે કે દેશદ્રોહનો કાયદો તે લોકો કાઢી નાંખશે
આઝાદી પહેલા કોંગ્રેસ ગાંધીવાદી હતી પરંતુ હવે એજ કોંગ્રેસ પાર્ટી ગાલીવાદી બની ગઈ છે.
પહેલા તેમણે ચા વાળાને ગાળો આપી અને હવે તેઓ ચોકીદારને ગાળો આપે છે
ચાર ચાર પેઢીથી ગરીબોની વાત કરે છે કોંગ્રેસ. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે હટી જાઓ દેશમાંથી ગરીબી પણ હટી જશે.
તમારે હવે નિર્ણય કરવાનો છે કે પરિવારવાદ, વંશવાદ અને મહામિલાવટી લોકોને ગુજરાતમાં આવવા દેવા છે કે નહીં?
કોંગ્રેસ પાર્ટીને ગુજરાતીઓ પ્રત્યે પહેલેથી અણગમો રહ્યો છે
ગરીબો માટે ઘર બનાવવાનું હોય, ગેસ કનેક્શન આપવાના હોય કે ઘરે ઘરે વીજળી પહોંચાડવાની હોય અમારી સરકારે ભરપૂર પ્રયાસો કર્યા છે.
આજે ફરી હું ગુજરાત પાસે 26માંથી 26 કમળ મેળવવા માટે તમારી વચ્ચે આવ્યો છું. તમે ભાજપના ઉમેદવારને મત આપશો, તે મત નરેન્દ્ર મોદીના ખાતામાં પડવાનો છે

નામદારે એબીસીના સમાજને(મને) ચોર કહી દીધો, કોઈ સમાજ આવું અપમાન સહન ન કરે

હિંમતનગર અને સુરેન્દ્રનગર બાદ પીએમ મોદીએ આણંદના વિદ્યાનગરમાં સભા સંબોધી હતી. સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદી કહ્યું કે, આણંદમાં હિન્દીમાં ભાષણ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે, હું હિન્દીમાં જ ભાષણ આપીશ એટલે આખો દેશ આણંદને જુએ. અહીં સ્વામિનારાયણ અને સિકોત્તર માતાની અહીં પૂજા થાય છે.આણંદ એટલે સ્વાભિમાન અને સન્માનની ભૂમિ, આણંદે દેશને નવી દિશા આપી, સરદાર સાહેબની ધરતીને નમન કરું છું. સરદારને પીએમ બનાવ્યા હોત તો દેશની આ દશા ના હોત. સરદારને વડાપ્રધાન બનાવવાની કોંગ્રેસની ઈચ્છા નહોતી. નામદારે એબીસીના સમાજને મને ચોર કહી દીધો, હવે કોઈ સમાજ આવું અપમાન સહન ના કરે. કોંગ્રેસે ગરીબીનું અપમાન કર્યું, કહ્યું આ બસ માનસિકતા છે. કોંગ્રેસે 10 વર્ષ મલાઈ ખાધી, ખોટું કરનારો એક એક રૂપિયાનો હિસાબ મોદી સરકાર લેશે.

X
narendra modi on public meeting on himmatnagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી