દેમતિ ગામમાં પુત્રની બીમારીથી કંટાળી માતાએ આત્મહત્યા કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાંબડીયા: પોશીના તાલુકાના અંતરિયાળ ફળીયા- ગુજરમાળામાં બુધવારે મોડી સાંજે એક પરિણીતાની ઝાડ પર લટકતી લાશ જોવા મળતાં મરનારના પતિ સહિત ઘરના સર્વે હતપ્રભ થઇ ગયા હતા. ગુરૂવારે વહેલી સવારે ખેરોજ પોલીસને જાણ થતાં ખેરોજ પી.આઇ.એમ.ડી. ઉપાધ્યાય પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ આરંભી હતી. 


પ્રાપ્ત માહિતિ અનુસાર દેમતી ગામના ગુજરમાળા ફળિયામાં રહેતા મણાભાઇ હોમણાભાઇ પરમારના પત્ની રજકાબેન પોતાના બાળકને લકવાની ગંભીર બિમારીથી સતત પરેશાન રહેતા હતા. વારંવાર દવાઓ તેમન અન્ય દોરા-તાવીજ કરાવવા છતાં સારૂ ન થતાં કંટાળીને બુધવારે વહેલી સવારે ઘરના સભ્યો ઉંઘતા જ હતા ત્યારે નજીકના ડુંગર પાસે જઇ ઝાડ પર લટકી ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનું ઘરના સભ્યોએ જણાવ્યું હતું. 


પોલીસ દ્વારા ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવાનું જણાવતાં ઘરના લોકોએ મરનાર સ્ત્રીના પિયરપક્ષને બોલાવી તેમને આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. પરિસ્થિતિ જોતાં રાજસ્થાનના નવાવાસથી પિયરપક્ષ દ્વારા ચડોતરૂ થવાની સંભાવના વર્તાતા પોલીસ દ્વારા સમગ્ર મામલા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...