તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવરાજ પાસે ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા: મોડાસા પાસેના દેવરાજ પાસેના જારી ઝાંખરાઓમાં વહેલી સવારે કોઇ જનેતાએ પોતાનું પાપ છૂપાવવા નવજાતશિશુને ત્યજી દીધુ હતુ. આ નવજાત શિશુને ફોરેસ્ટકર્મીએ 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.  નવજાત શિશુ કપડામાં લપેટીને મુક્યુ હોવાની વાત વાયુવેગે પ્રસરતાં લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા.જંગલ વિસ્તારમાં બાળક પડેલું જોતાં ફોરેસ્ટ કર્મીએ 108ને જાણ કરતાં નવજાતશિશુને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઇ જઈ સારવાર અપાઇ હતી. પરંતુ શિશુની તબિયત નાજુક હોવાનું ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા જાણવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...