ઝવેરીની ધરપકડના વિરોધમાં માલપુર સ્વયંભૂ બંધ

Malpur Village Close Against Jeweler Arrest
Bhaskar News

Bhaskar News

Apr 01, 2018, 12:28 AM IST

માલપુર: માલપુરના ઝવેરી અને પૂર્વ ઉપસરપંચ પ્રકાશભાઇ સોનીની ધરપકડ બાદ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાની શંકા સેવી તપાસ કરવાની માંગણી કરી હતી.


માલપુર ખાતે સોના-ચાંદીના દાગીનાની લે-વેચ કરતાં ઝવેરી પ્રકાશભાઇ સોનીની ગત રવિવારે પ્રોહીબીશનના ગુના સંબંધે ધરપકડ કરાયા બાદ જામીન મળતાં તરત જ માલપુર પોલીસે ચોરીનો માલ ખરીદવા બાબતે પુન: ધરપકડ કરવામાં આવતાં માલપુરના વેપારીઅોમાં રોષની લાગણી ભડકી હતી. પ્રકાશભાઇ વર્ષોથી રાજકીય રીતે સક્રિય હોય આ કોઇ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનું પરિવાર તથા વેપારીઓ અને ધારાસભ્યનું માનવુ છે.

જે બાબતે વેપારી મંડળ દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવ્યા બાદ શનિવારના રોજ માલપુરના તમામ નાના-મોટા વેપારીઓ, લારી ગલ્લાઓ બંધ પાડવામાં આવ્યો હતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું જણાવી ભોગ બનનાર વેપારીને ન્યાય અપાવવા જણાવ્યું હતું. આ અંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીબીઆઇ તપાસ કરવા સોમવારે લેખિત ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઝવેરી સામે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત લૂંટના ગુનાનો માલ રાખવાનો પણ ગુનો નોંધાયેલો છે. જેના કારણે પોલીસે એક પછી એક ગુનામાં અટક કરી હતી.

X
Malpur Village Close Against Jeweler Arrest
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી