Divya Bhaskar

Home » Maharashtra » Latest News » Mumbai » Leaders begin to hand over election management to PR companies

નેતાઓનું ચૂંટણી વ્યવસ્થાપન PR કંપનીઓને સોંપવાનું શરૂ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:28 AM

પીઆર કંપનીની નિમણૂક રાજકીય પક્ષ અને નેતાઓ કરી રહ્યા હોવાનું રાજકીય નિરીક્ષક પ્રીતમ ધામણસ્કરે જણાવ્યું હતું

  • Leaders begin to hand over election management to PR companies

    મુંબઈ: ચૂંટણીના સમયગાળામાં રાજકીય પક્ષો પીઆર કંપનીઓની નિમણૂક કરે છે એ બાબત હવે સર્વસામાન્ય લોકો માટે નવી રહી નથી. જોકે આ પરંપરાને આગળ લઈ જતાં રાજકીય પક્ષોના બીજી અને ત્રીજી હરોળના નેતાઓ પણ પીઆર કંપનીઓને સોશિયલ મિડિયા, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમ વ્યવસ્થાપનના કોન્ટ્રાક્ટ આપવા લાગ્યા છે. આને કારણે પીઆર ક્ષેત્રમાં અગ્રેસર મોટી કંપનીઓ પણ આ સ્પર્ધામાં ઊતરી છે.હાલ રાજ્યનાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, નાશિક, ઔરંગાબાદ, રત્નાગિરિ શહેરોમાં સોશિયલ મિડિયા માધ્યમનો ઉપયોગ કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ રાજકીય નેતાઓ અને કાર્યકરો કરી રહ્યા છે. દેશ સ્તરે મોટા પક્ષો સાથે પ્રાદેશિક નાના પક્ષો અને અપેક્ષિત ઉમેદવારો જાહેરાત કંપનીઓ, પીઆર કંપનીઓના વ્યવસ્થાપન માટે મદદ લઈ રહ્યા છે.


    અગાઉ ચૂંટણીના દિવસો આવતાં દીવાલો રંગવી, ઘોષણાઓ કરવી, લોકોની મુલાકાતો લેવી, હાથથી પત્રક તૈયાર કરવા જેવી પ્રવૃત્તિઓની બોલબાલા હતા. હવે જોકે સોશિયલ મિડિયાનો વધેલો પ્રભાવ જોતાં મતદારો સુધી પહોંચવા માટે પીઆર કંપનીઓની નિમણૂક કરવામાં આવી રહી છે.ગત લોકસભાની ચૂંટણીમાં ટીવી શરૂ કરો એટલે જાહેરાતોમાં નરેન્દ્ર મોદીનું અબકી બાર મોદી સરકાર, જ્યારે ફેસબુક શરૂ કરાય તો કોઈક ને કોઈક નેતાની પોસ્ટ સજેસ્ટેડ પેજને નામે સૌથી ઉપર આવતી હતી અને હવે ચૂંટણીના ભણકારા વાગતાં મૈં નહીં હમ એવી હેડલાઈન સાથે રાહુલ ગાંધીની છબિ ચમકે છે.

    ઈન્ટરનેટ શરૂ કરાય તો સૌપ્રથમ પાના ભરીને રાજકીય પક્ષોના, સરકારી ઉપક્રમોની જાહેરાતો જ દેખાય છે. ટૂંકમાં જાહેરાતનો જમાનો છે એમ કહી શકાય. આ સર્વ માધ્યમના નક્કર વ્યવસ્થાપનનું કામ પીઆર કંપનીઓ સંભાળે છે. એકંદરે રાજકીય નેતાઓ પાસે કુશળતા અને આ નવું માધ્યમ સંભાળવાની હથોટી નહીં હોવાથી કામમાં વ્યાવસાયિક શિસ્તથી ચાલતી પીઆર કંપનીની નિમણૂક રાજકીય પક્ષ અને નેતાઓ કરી રહ્યા હોવાનું રાજકીય નિરીક્ષક પ્રીતમ ધામણસ્કરે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Maharashtra

Trending