રાજેન્દ્રસિંહ ચાવડા માટે CM વિજયભાઈ અને DyCM રૂપાણી, MLAએ ભાંગરો વાટ્યો

રાજેન્દ્રસિંહ પોતાના નેતા અને ઉપનેતાના નામ ભૂલી જાય તે શરમમાં નાંખે તેવી વાત હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે

DivyaBhaskar.com | Updated - Oct 12, 2018, 03:47 PM

હિંમતનગર: તાલુકાના ઢુંઢર ગામની 12 માસની બાળકી પરના જઘન્ય દુષ્કર્મને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ આરોપીઓને સજા કરવાની માંગ કરી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી તરીકે રૂપાણી હોવાનું કહીને ભાંગરો વાટ્યો હતો. જેમની સાથે ઉઠવાબેસવાનું થતું હોય તેમને સામાન્ય રીતે નામ યાદ રહેતા હોય પરંતુ પ્રજાના સેવક બન્યા બાદ અને સત્તાપક્ષના ધારાસભ્ય હોવા છતાં રાજેન્દ્રસિંહ પોતાના નેતા અને ઉપનેતાના નામ ભૂલી જાય તે શરમમાં નાંખે તેવી વાત હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.

MLA ગેનીબેનની સ્પષ્ટતાઃ રજૂઆત કરતી મહિલાઓના આક્રોશને શાંત કરવા સૂરમાં સૂર પુરાવ્યો હતો


પરપ્રાંતીયોનો સર્વે કરવાનું નિવેદન પણ કર્યું હતું


હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો એક વીડિયો સામે આવ્યો હતો. 1 ઓક્ટોબરના આ વીડિયોમાં ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, કહ્યું કે, તત્કાલ ફેક્ટરીઓનો સર્વે કરાવું છું અને તેમાં કેટલા સ્થાનિક લોકો છે અને કેટલા પરપ્રાંતીયો છે. પરપ્રાંતીય હશે તો હું જાહેરમાં જવાબદારી લઉં છું, ઢુંઢર ગામ અને આસપાસના 50 ગામના લોકો અહીં હાજર છે. આ 50 ગામના લોકોની હાજરીમાં કહું છું કે, 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો જે કંઈપણ કરવું પડશે જો આંદોલન કરવું પડશે તો કરીશું.

ફેક્ટરીઓમાં કેટલા સ્થાનિક-પરપ્રાંતી તેનો સર્વે કરાવું છું- હિંમતનગરના ભાજપી MLA


રાજેન્દ્રસિંહ છે કરોડપતિ ધારાસભ્ય


રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભા 2017 ચૂંટણી દરમિયાન સોગંદનામામાં દર્શાવેલી વિગતો મુજબ તેમની આવક અંદાજે રૂ.1.37 કરોડથી વધુ તથા ૩૦ તોલાથી વધુ સોનું અને અનેક જગ્યાએ જમીન તથા વેપાર કરતા હોવાને કારણે ભાગીદારી પેઢીમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. રાજેન્દ્રસિંહ ચાવડા તેમની પત્ની અને પરિવારના સભ્યોના નામે હિંમતનગર તાલુકાના નવા, બળવંતપુરા, હડિયોલ, કાંકણોલ, હાપા અને અમદાવાદ જિલ્લામાં હેબતપુરામાં 25 હેક્ટરથી વધુ કૃષિ વિષયક જમીન ધરાવે છે તથા વેજલપુરમાં અને હિંમતનગરમાં બિનખેતી પ્લોટ મકાન ફ્લેટ ધરાવે છે.

ફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
ફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
ફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
ફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
ફાઈલ તસવીર: એક કાર્યક્રમમાં જતાં વિજય રૂપાણી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
ફાઈલ તસવીર: એક કાર્યક્રમમાં જતાં વિજય રૂપાણી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
X
ફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડાફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
ફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડાફાઈલ તસવીર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
ફાઈલ તસવીર: એક કાર્યક્રમમાં જતાં વિજય રૂપાણી સાથે રાજેન્દ્રસિંહ ચાવડાફાઈલ તસવીર: એક કાર્યક્રમમાં જતાં વિજય રૂપાણી સાથે રાજેન્દ્રસિંહ ચાવડા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App