તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરઃ પરપ્રાંતિય પર હુમલામાં 125ની અટક, SRP ની 3 કંપની તૈનાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર: ઢુંઢર દુષ્કર્મ મામલાએ પરપ્રાંતિયો વિરુદ્ધ રોષનું સ્વરૂપ ધારણ કરી લેતાં પ્રતિદિન પરપ્રાંતિય શ્રમિકોની હાજરીવાળા ઔદ્યોગિક એકમો પર હુમલાના બનાવ બની રહ્યા છે ત્યારે સાબરકાંઠા એસ.પી. એ રવિવારે ઉદ્યોગકારો અને અગ્રણીઓ સાથે બેઠક કરી સુરક્ષા અને સલામતીનો ભરોસો આપ્યો હતો અને જણાવ્યુ કે, અત્યાર સુધી હુમલાની 9 જેટલી ઘટનાઓમાં પોલીસ દ્વારા 600થી વધુ સાથે ફરિયાદ અને 125 લોકોની અટકાયત કરાઇ છે. પરપ્રાંતિયોની સુરક્ષા માટે પોલીસે કડક નિર્ણય લીધા હતા. જેમાં તેમના રહેણાંક વિસ્તારોમાં બે SRP  અને બે પોલીસ કર્મી જ્યારે ફેક્ટરી પર પણ બે SRPઅને બે પોલીસ કર્મી દ્વારા સુરક્ષા પુરુ પડાશે.આ ઉપરાંત ્રણ કંપની એસઆરપી,2હજારથી વધુ પોલીસ, 700 હોમગાર્ડ અને 400 જીઆરડી સહીતનો પોલીસ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત રાખવામા આવ્યો છે.

 

સુરક્ષા અને સલામતીનો ભરોસો આપ્યો, 8મીનું બંધનું એલાન માત્ર અફવા,

સોશિયલ મીડિયામાં ખોટી ખબર ફેલાવનારા સામે કાર્યવાહી થશે: એસપી

 

ઢુંઢરમાં 28 મી સપ્ટેમ્બરે શુક્રવારે રાત્રે 14 માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મ મામલે લોકોમાં રોષની લાગણી પેદા થયા બાદ પ્રતિદિન ફેક્ટરીઓ પર હુમલાના બનાવો બની રહ્યા છે અને પરપ્રાંતિય શ્રમિકોમાં ડરનો માહોલ પેદા થયો છે. તમામ પરપ્રાંતિય કામદારોના રહેણાંક વિસ્તારમાં પણ 24 કલાક પોલીસ સુરક્ષા પુરી પાડવાનું જણાવતાં ઉઘોગકારો અને શ્રમિકોમાં રાહત થઇ હતી. 

 


હર્મોની પ્લાસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના મેનેજર આશિષ શર્માએ જણાવ્યુંં કે, એસપીની બેઠકમાં આવ્યા હતા અને અમને ખાતરી આપી છે કે આવા બનાવો નહીં બને તે માટે પુરા પ્રયાસ કરી રહ્યા છીએ અને જે લોકો અહી થી હીજરત કરી રહ્યા છે તેમને અહી રોકવા માટેની કોષીશ કરવા માટે પણ અમને જણાવ્યું છે. માહોલ પુર્વવત બનશે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા શ્રમિકો માટે હેલ્પ લાઇન જેવા નંબરો પણ અપાયા છે અને જેની પર ફોન ડાયલ કરવાથી પોલીસની તાત્કાલીક સહાય મળી રહેશે. આ માટે સ્થાનિક પોલીસ મથકો ઉપરાંત ઉચ્ચ અધીકારીઓના અને કંટ્રોલ રૂમના પણ નંબરો જાહેર કરવામાં આવ્યા હતા.

 

ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને શ્રમિકોને સુરક્ષા પુરી પાડવામાં આવશે.આ ઉપરાંત જેટલી પણ ફરિયાદો થઇ છે.તેમાં ઝડપાયેલા ચોક્કસ વ્યક્તિઓની યાદીની સમીક્ષા કરી એવા તત્વોના વિસ્તારોમાં પણ ખાસ પોલીસ પેટ્રોલીંગ રાઉન્ડ ધ કલોક કરવામાં આવશે. પોલીસે અત્યાર સુધીમાં 9 જેટલી ફરિયાદ દાખલ કરી છે અને 125 જેટલા લોકોની ધરપકડ કરી છે અને હજુ પણ જેલના હવાલે છે.

 

સોશિયલ મીડિયા પર પોલીસની બાજનજર


છેલ્લા 5 દિવસથી પરપ્રાંતિયો પર બની રહેલી ઘટના બાદ પોલીસ દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને સુરક્ષાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે, જેની લઇ ત્રણ કંપની એસઆરપી,2 હજારથી વધુ પોલીસ, 700 હોમગાર્ડ અને 400 જીઆરડી સહિતનો પોલીસ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત રાખવામા આવ્યો છે. પોલીસ પણ હવે હુમલાઓની લગાતાર ઘટનાઓને લઇને એક્શન મુડમાં આવી છે અને હવે પરપ્રાંતિયોને સુરક્ષા આપવા સાથે અફવા ફેલાવનારાઓ સામે પગલા ભરવા માટે સોશિયલ મિડીયા પર પણ નજર રાખી રહી છે -ચૈતન્ય મંડલીક, એસપી, સા.કાં

 

સોમવારે બંધ માત્ર અફવા: SP


સા.કાં. એસપીએ જણાવ્યુ કે,  આઠ તારીખને સોમવારે બંધ અને પરપ્રાંતિય શ્રમિકોને ગુજરાત છોડવાનું અલ્ટીમેટમ માત્ર અફવા છે. કોઈને ડરવાની કે જવાની જરૂર નથી. 25 થી વધુ વ્હોટસેપ ગૃપ સામે આવ્યા છે કે જેમાં ઉશ્કેરણી કરાઇ રહી હોય અને અફવાને જોર આપવામાં આવતુ હોય જેની પર પણ નજર રાખવામાં આવી રહી છે અને આગામી સમયમાં કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

 

SPએ જાહેર કરેલા હેલ્પ લાઈન નંબર
 
જિ.હે. લાઈન 02772 241303
હિંમતનગર 02772 245024, 
02772 247433
તલોદ 02770 220662
પ્રાતિજ 02770 233076
ગાંભોઈ 02772 250308

 

અન્ય સમાચારો પણ છે...