ગઢ બચાવો આંદોલન: ચોથા દિવસે ટાઇગરગૃપના સભ્યો જોડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર: ઇડરગઢ બચાવો સમિતી દ્વારા 20 દિવસના પ્રતીક ઉપવાસમાં રોજ 10 ગઢ પ્રેમીઓ દ્વારા ઉપવાસ પર બેસવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ઇડર શહેરના નવ યુવાનો દ્વારા ચલાવવામાં આવતા ટાઇગર ગૃપના સભ્યો ચોથા દિવસે ઉપવાસ પર બેઠા હતા.


ગઢ બચાવો સમિતી દ્વારા 20 દિવસના પ્રતીક ઉપવાસ જાહેર કરાયા બાદ રોજ 10-10 વ્યક્તિઓ મામલતદાર કચેરી આગળ ઉપવાસમાં બેસીને ગાંધી ચિંધ્યા અહિંસા માર્ગે ઉપવાસ કરીને તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે પ્રતિક ઉપવાસના ચોથા દિવસે ટાઇગર ગૃપના સભ્યો અને ગઢ પ્રેમીઓ દ્વારા ઉપવાસ પર બેસીને  ગઢ ઉપર થઇ રહેલ ઇડરગઢનું ખનન અટકાવવા માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો. દિવસ દરમિયાન અગ્રણીઓ અને ગઢપ્રેમી ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓની મુલાકાત લઇને તેમનો જુસ્સામાં વધારો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...