અંતિમવિધિ / બરફની પાટો વચ્ચે રખાયેલી પાંચમહુડાની કોલેજીયન સગીરાની 35 દિવસે દફનવિધિ

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 08:58 AM
પાંચમહુડાની સગીરાની દફનવિધિ
પાંચમહુડાની સગીરાની દફનવિધિ
X
પાંચમહુડાની સગીરાની દફનવિધિપાંચમહુડાની સગીરાની દફનવિધિ

  • શકમંદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવતા તંત્ર ઉપર ભરોસો રાખી અંત્યેષ્ટિનો નિર્ણય: મૃતકના પિતા

ખેડબ્રહ્મા: પાંચમહૂડા ગામની 17 વર્ષીય સગીરાની હત્યા કરાઈ હોવાની હઠ સાથે 35 દિવસથી બરફની પાટોમાં મૃતદેહ રઝળ્યો હતો. પરંતુ આદિજાતિ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રવિવારે ગામની સીમમાં દફનવિધિ કરવામાં આવી હતી.

તંત્ર પર વિશ્વાસ રાખી અંત્યેષ્ઠિ
1.મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, શકમંદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવતા તંત્ર ઉપર ભરોસો રાખી દીકરીની અંત્યેષ્ટિ કરવાનો નિર્ણય લીધો હતો. 35 દિવસથી રઝળી રહેલી લાશની અંત્યેષ્ટી થઈ જતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
2.પાંચ મહૂડા ગામની 17 વર્ષીય સગીરાની 4 થી જાન્યુઆરીએ મેત્રાલ ગામની સીમમાં જગમેર કંપા નજીકથી બોરડીના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પરિવારજનોએ સગીરાની હત્યા કરાઈ હોવાના આક્ષેપ કરી લાશને 35 દિવસથી ઘરમાં મૂકી રાખી હતી. હત્યારાઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની હઠ પકડી હતી.
3.1લી જાન્યુઆરીએ સગીરા કોલેજમાં ગયા બાદ રાત્રે તેની બહેનપણી ને ઘેર ચીખલા ગામે રોકાઈ હતી. ત્યારબાદ સગીરા 2જી જાન્યુઆરીએ સવારે અગિયાર વાગ્યાથી 4થી જાન્યુઆરી સવાર નવ-દસ વાગ્યા સુધી ક્યાં રહી તે ઉ રહસ્ય અકબંધ રહ્યું છે. 
4.મૃતકના પિતા છતરાભાઇ ગમારે જણાવ્યું હતું કે, શકમંદો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવતા રવિવારે બપોરે ત્રણ વાગ્યે તેમની દીકરીની સમાજના આગેવાનો અને સગા સંબંધીઓની હાજરીમાં સ્થાનિક પરંપરા મુજબ દફનવિધિ કરવામાં આવી હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App