મોટી વાડોલમાં બળતણના લાકડા નાખવા મામલે ધીંગાણુ: 11 ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

હિંમતનગર: ઇડર તાલુકાના મોટીવાડોલ ગામમાં શુક્રવારે સવારે બળતણના લાકડા નાખવા  મામલે રકઝક થયા બાદ ધીંગાણુ સર્જાતા 11 જણાને ઇજાઓ થઇ હતી. ભોગ બનનારની ફરિયાદને પગલે જાદર પોલીસે 15 જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર મોટીવાડોલ ગામના જયંતીભાઇ સવાભાઇ પરમારના મકાનની બાજુમાં સુરેશસિંહ ભવાનસિંહ ચૌહાણ અને સમરસિંહ માધુસિંહ ચૌહાણ તથા કિરણસિંહ ઉમેદસિંહ ચૌહાણ તેમના ખેતરમાં મકાનો બનાવીને રહે છે.શુક્રવારના રોજ સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે જયંતીભાઇનો ભત્રીજો ચેતનભાઇ ધુળાભાઇ પરમાર મકાનના પાછળના  ભાગે બળતણના લાકડા લેવા જતાં સુરેશસિંહ ભવાનસિંહ ચૌહાણ અને તેમના પત્ની વિણાબેને કહેલ કે તમે અમારી જગ્યામાં લાકડા કેમ નાખ્યા છે જેથી ચેતને કહેલ કે આ અમારી બાપદાદાની ભોગવટાની જમીન છે. જેથી બંને જણા ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલતા ઘેર જઇને સુરેશસિંહ લાકડી અને વીણાબેન કુહાડી લઇ મારવા દોડી આવતા ચેતન દોડીને ઘરમાં ઘૂસી ગયો હતો.

 

દરમિયાનમાં સુરેશસિંહના કુંટુંબના  દિગ્વીજયસિંહ, દેવેન્દ્રસિંહ, અશ્વિનસિંહ, દલપતસિંહ, સમીરસિંહ વગેરે આવી પહોંચ્યા હતા અને જાતિવિષયક અપશબ્દો બોલી કિરણસિંહ ઉમેદસિંહે બાજુમાં પડેલ કેરોસીનનુ ડબલુ બતાવી કહ્યુ હતુ કે આજે તો ઘર સળગાવી દેવા છે. જેથી જયંતીભાઇ સમજાવવા માટે ઘરની બહાર આવવા તેમને લાકડી મારી નીચે પાડી દીધા હતા જયંતીભાઇને બચાવવા દોડી આવેલ અન્ય લોકોને પણ માર મારી ઇજાઓ પહોંચાડતા 108 દ્વારા સારવાર અર્થે લઇ જવાયા હતા. 

 

ઇજાગ્રસ્તોના નામ


1.જયંતીભાઇ સવાભાઇ પરમાર 
2.ચેતનભાઇ ધુળાભાઇ પરમાર 
3.સંગીતાબેન દિનેશભાઇ પરમાર 
4.કેશીબેન લલ્લુભાઇ પરમાર 
5.સવિતાબેનજયંતીભાઇ પરમાર 
6.ભરતભાઇ મહેન્દ્રભાઇ પરમાર 
7.નીલમબેન જયંતીભાઇ પરમાર 
8.મેનીબેન ધુળાભાઇ પરમાર 
9.ધુળાભાઇ સવાભાઇ પરમાર 
10.હાર્દિકભાઇ નારણભાઇ ગોહેલ 
11.દીવાબેન નારાયણભાઇ પરમાર 

 

કોની કોની સામે ફરિયાદ


1.સુરેશસિંહ ભવાનસિંહ ચૌહાણ 
2.વીણાબેન સુરેશસિંહ ચૌહાણ 
3.દિગ્વીજયસિંહ ભવાનસિંહ ચૌહાણ 
4.દેવેન્દ્રસિંહ દોલતસિંહ ચૌહાણ 
5.અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ 
6.દલપતસિંહ  માધુસિંહ ચૌહાણ 
7.સમરસિંહ માધુસિંહ ચૌહાણ 
8.અક્ષયસિંહ દલપતસિંહ ચૌહાણ 
9.કિરણસિંહ ઉમેદસિંહ ચૌહાણ 
10.મદનસિંહ ઉમેદસિંહ ચૌહાણ 
11.ભવાનસિંહ નાથુસિંહ ચૌહાણ 
12.તારાબેન મદનસિંહ ચૌહાણ 
13.નંદાબેન દોલતસિંહ ચૌહાણ 
14.કૈલાસબેન કિરણસિંહ ચૌહાણ 
15.બબુબેન ભવાનસિંહ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...