Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Bhiloda has got 219 bits of government grains from three cheap

ભિલોડા ત્રણ સસ્તા પાસેથી સરકારી અનાજના 219 કટ્ટા ઝડપાયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:44 AM

પોશીનામાંથી બે ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરી ઇડરના રાજ ટ્રેડીંગ કાું.માં લઇ જવાતાં હતા

  • Bhiloda has got 219 bits of government grains from three cheap

    હિંમતનગર /ઇડર: ઇડર પુરવઠા વિભાગની ટીમે બે ટ્રકમાં ભરી પોશીનાના કોટડામાંથી ઇડર માર્કેટ યાર્ડમાં રાજટ્રેડીંગ કાું. નામની દુકાનમાં લઇ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પુરવઠા વિભાગે બે ટ્રકમાંથી 219 ઘઉંના કટ્ટા સહિત અનાજ પકડી સીઝ કર્યુ હતું. ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ વિશ્વ આદીવાસી દિનની ઊજવણી કાર્યક્રમમાંથી પરત ફરી રહેલ ઇડર પ્રાંત અધિકારી એે.જે. દેસાઇએ અનાજના કટ્ટા લઇને જતાં બે વાહનો જોતાં તેમણે ઇડર પૂરવઠા ટીમને બંને વાહનો પકડી તપાસ કરવા સૂચના આપી હતી. બપોરે બેએક વાગ્યાના સુમારે ઇડરની ટીમે બંને વાહનોને ઇડર નજીક ભિલોડા ત્રણ રસ્તા ખાતે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતાં શરૂઆતમાં બીલ વાળુ અનાજ હોવાનું રટણ કરી ડ્રાયવરે સીલ ચીલા બંધ હકીકત જણાવી હતી.

    તપાસ કરતાં બંને ટ્રકમાં રાખેલા તમામ કટ્ટા ઉપર એફસીઆઇ અને પંજાબનો જથ્થો હોવાના માર્ક

    નાયબ મામલતદાર બકુલભાઇ દરજીઅે જણાવ્યુ કે, એક વાહનમાંથી 156 કટ્ટા અને બીજા વાહનમાથી 66 કટ્ટા મળી કુલ 219 કટ્ટા આવ્યા હતા. જે તમામ કટ્ટા ઉપર એફસીઆઇ અને પંજાબનો જથ્થો હોય તેવા માર્કા છે. આ જથ્થો પોશીનાના કોટડા પંથકમાંથી ભરતકુમાર જૈને ભરી આપ્યો હતો અને ઇડર માર્કેટ યાર્ડમાં રાજટ્રેડીંગ કાું. નામની દૂકાનમાં ખાલી કરવાનો હતો. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ પૂરવઠા ટીમે અનાજનો જથ્થો અને બે વાહન ( જી.જે.-9-એ.વી.-6180),(જી.જે-9-ઝેડ-902) સીઝ કરી કાર્યવાહી હાથ ધરતા સરકારી અનાજનો વેપલો કરતાં જિલ્લાના માર્કેટયાર્ડના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

    રૂ.7 ના ઘઉં રૂ.24 થી 28ના ભાવે વેચાણ થાય છે


    સસ્તા અનાજની દૂકાનોમાં આપવામાં આવતા ઘઉં મોટાભાગે માર્કેેટ યાર્ડોમાં પગ કરી જાય છે. માર્કેટ યાર્ડના વેપારીઓ રૂ. 7ની આજુ બાજુ ખરીદી કરે છે અને પેકેજીંગ વ્હીટની બેગોમાં તેને મીક્સ કરવામાં આવે છે. જે અલગ બ્રાન્ડના નામે રૂ. 24 થી 28 ના ભાવે વેચાય છે. તદ્દપરાંત સરકારી ઘઉં ફ્લોર ફેક્ટરીઓમાં જાય છે અને ત્યાંથી બેકરી પ્રોડક્ટ બનાવનાર સુધી પહોંચે છે.


    જથ્થો ઝડપાવા છતાં કોઇ નક્કર કાર્યવાહી નહીં


    સરકારી અનાજની ચોરી કરતા માફીયા એટલા સક્ષમ થઇ ગયા છે કે ચોરીના જથ્થો અને વાહનો ઝડપાયા છતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. છેલ્લા એકાદ વર્ષમાં આ ત્રીજી ઘટના છે. પૂરવઠા વિભાગ દ્વારા ફ્લોર ફેક્ટરીઓ, પેકીંજીંગ ઘઉંનું ગ્રેડીંગ કરી ગુણવત્તા ચકાસવાની અગમ્ય કારણોસર તસ્દી લેવાતી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending