Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Aravalli Congress petition for review petition in SC in the interest of Dalits

અરવલ્લી કોંગ્રસે દલિતોના હિતમાં સુપ્રિમ કોર્ટમાં રીવ્યુ પીટીશન કરવા આવેદનપત્ર

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:15 AM

મોડાસા ખાતે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને અનુસુચિત જાતિના યુવાનો હાજર રહ્યા હતા

  • Aravalli Congress petition for review petition in SC in the interest of Dalits

    મોડાસા: અરવલ્લી જિલ્લા કોંગ્રેસે દેશમાં દલિતો ઉપર વધતાં જતાં અત્યાચારો અને નામદાર સુપ્રિમ કોર્ટના 20 માર્ચના ચુકાદામાં અનુસુચિત જાતિ, જનજાતિ અત્યાચાર ધારાના 1989 નીચે આરોપીને ત્વરીત ધરપકડ કરવાની જોગવાઇને અર્થહિન બનાવવાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર રાખી વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દલિત ઉપરના અત્યાચારોની સંખ્યામાં 66 ટકા વધારો થયાના અહેવાલો છે. જ્યારે બીજીબાજુ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે. તેના દ્વારા અત્યાચાર નિવારણ ધારાને નિરર્થક બનાવવામાં આવી રહ્યો છે.


    અરવલ્લી જિલ્લા કોંગ્રેસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને આવેદન પત્રમાં વિનંતી કરતાં જણાવ્યું કે, ભારત સરકારને સંસદમાં સુધારાત્મક પગલાં લેવા અને નામદાર સુપ્રિમ કોર્ટમાં પણ યોગ્ય પગલાં લેવા વિનંતી કરાઇ હતી. અને નામદાર સુપ્રિમ કોર્ટમાં રીવ્યુ પીટીશીયન કરવા જણાવવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મોડાસા ખાતે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને અનુસુચિત જાતિના યુવાનો હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, તાલુકા સંઘના ચેરમેન અરૂણભાઇ પટેલ, પ્રમુખ સોમસિંહ પરમાર, સૈયદ કાદરઅલી, રાહુલ પટેલ, જિલ્લા સદસ્ય રેવાભાઇ ચમાર, નારણભાઇ રાઠોડ, રાજુભાઇ અને સંજયભાઇ પટેલ ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending