Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Ambaji is made from idol of eco-friendly Ganesha from coconut shell

અંબાજીમા બને છે નાળીયેરના છોતરા માંથી ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તીઓ, 400 મૂર્તિઓ બનાવવાનો ઓર્ડર મળ્યો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:52 AM

આ વર્ષે દક્ષિણ ભારતમાં 18 ફૂટ લાંબી ગણેશ પ્રતિમા તૈયાર કરીને મોકલી છે

  • Ambaji is made from idol of eco-friendly Ganesha from coconut shell

    અંબાજી: અંબાજીમાં ચડતા નારિયેળમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવાનું કામ ચાલે છે. જે સંસ્થાને 400 વધુ પ્રતિમાઓ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે સંસ્થા દ્વારા તૈયાર થતા ઇકો ફ્રેન્ડલી ગણેશ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તામિલનાડુ અને કલકત્તા સુધી જાય છે. જગતજનની મા અંબાના ધામમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રીફળ ધરાવાય છે તે શ્રીફળનો વેસ્ટ જથ્થો નંદનવન નામની સંસ્થા લઈ જાય છે જે શ્રીફળમાંથી જુદી જુદી ડિઝાઈનના ઓર્ડર પ્રમાણેનાં શ્રીફળના ગણેશ તૈયાર કરે છે.

    આ વખતે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી સંસ્થાને ઓર્ડર મળ્યા છે. 5 ઇંચથી માંડીને 18ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓ તૈયાર થાય છે. શ્રીફળના ગણેશ તૈયાર કરતા દક્ષાબેન રામીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે " આ વર્ષે દક્ષિણ ભારતમાં 18 ફૂટ લાંબી ગણેશ પ્રતિમા તૈયાર કરીને મોકલી છે જે ગણેશ મહોત્સવ સંપૂર્ણ થયા બાદ ત્યાના મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. ડીસા અને પાલનપુરમાં પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે ખૂબ જાગૃતતા આવી છે અને બંને શહેરોમાં નાની મોટી 30થી વધુ ગણેશ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending