તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • ભારે ઉકળાટ બાદ સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદ, લોકોમાં ખુશીની લહેર | After Heavy Hitness, The Rain In Sabarkantha arvali, A Wave Of Happiness Among The

ભારે ઉકળાટ બાદ સાબરકાંઠા -અરવલ્લીમાં વરસાદ, લોકોમાં ખુશીની લહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર /મોડાસા: સાબરકાંઠા જિલ્લાની ઉત્તરે આવેલ ચાર તાલુકાઅોમાં સોમવારે સવારે પ્રિ-મોનસૂન એક્ટીવીટીના ભાગરૂપે વરસાદી ઝાપટાં વરસ્યા હતા અને ચાર 4 થી 7 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ પોશીના તાલુકામાં નોંધાયો હતો. છેલ્લા એક સપ્તાહથી આકાશમાં વાદળોની હાજરીને પગલે અતિશય ઉકળાટ ને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ એકાદ સપ્તાહ સુધી આવી સ્થિતિ જળવાઇ રહેશે. જ્યારે અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જ્યારે ત્યારે અરવલ્લીના ભિલોડા તેમજ મોડાસા તાલુકાના ટીંટોઇ અને બોલુંદરા પંથકમાં અમી છાંટણા થયા હતા. ખેડૂતો મોટા ભાગે 20 જૂન પછી વરસાદની રાહ જોતા હોય છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી આકાશમાં વરસાદી વાદળીઓ દોડતી થતાં ખેડૂતો રાત-દિવસ એેક કરી ચોમાસા પહેલા ઘાસ ચારો બચાવવી માટે મથામણ કરી રહ્યા છે.  

 

પોશીનામાં સૌથી વધુ વરસાદ પડતાં રસ્તા પર પાણી રેલાયો

પોશીના:   પોશીના તાલુકાના મામા પીપળા, દેલવાડા, આંજણી, પોશીના સહિતના વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ગાજ વીજ સાથે વરસાદ તૂટી પડતાં શેરીઓ અને રસ્તા પર પાણી વહેતા થયા હતા. ધાબા ઉપર સૂઇ રહેલ લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પરંતુ દસ વાગ્યા પછી લોકો બફારા અને ઉકળાટથી ત્રાહીમામ પોકારી ગયા હતા. પોશીના મામલતદાર કચેરી ધ્વારા મળતી માહિતી અનુસાર 7 મીમી વરસાદ નોંધાયો હતો. 

 

 
ખેડબ્રહ્મા:   ખેડબ્રહ્મામાં સોમવારે સવારે આકાશમાં ચડી આવેલ વાદળોએ વરસવાનુ શરૂ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પંદર મિનીટમાં 4 મીમી વરસાદ પડતાં શહેરના રસતા પરથી પાણી વહેતા થયા હતા અને કેટલીક જગ્યાએ ખાબોચીયા ભરાયા હતા.  
ઇડર:   ઇડર તાલુકાના  બડોલી, કાનપુર, ઇડર, વાંસડોલ, લાલોડા, વડિયાવીર, લાલપુર સહિતના વિસ્તારોમાં સવારે વરસાદી જાપટું વરસી જતાં પંથકમાં મોસમના પહેલા વરસાદે ભીની માટીની મહેંકે ખુશીનો માહોલ સર્જ્યો હતો. રસ્તા પરથી થોડીવાર માટે પાણી વહેતા થતા ખેડૂતોમાં પણ  સારા ચોમાસાની આશા બંધાણી હતી.  

 


 લાંબડીયા:  લાંબડીયા પંથકમાં કોટડા, દેમતી, માલવાસ વિસ્તારમાં સોમવારે સવારે અડધો કલાક સુધી મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહેલ સૌ કોઇજે ઠાઢક વળી હતી. અડધો કલાક વરસેલા મોસમના પ્રથમ વરસાદમાં માર્ગો પર પાણી વહેતા થયા હતા અને નીચાણ વિસ્તારમાં પાણી ભરાયા હતા.  
વડાલી:  વડાલીના મેધ, થેરાસણા, વાડોઠ, મોરડ, કેશરગંજ સહિતના વિસ્તારો સવારે વરસાદી ઝાપટાંથી ભીંજાયા હતા. નીવે પાણી આવે એટલો વરસાદ વરસતા આનંદનું મોજુ ફરી વળ્યુ હતું.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... 18મી બાદ ચોમાસાની શક્યતા

 
અન્ય સમાચારો પણ છે...