ચેઇન સ્નેચીંગના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો: પાંચ ગુનાની કબૂલાત

હિંમતનગર સહિત આસપાસના વિસ્તારમાં થયેલી ચેન સ્નેચીંગ બાદ કાર્યવાહી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:25 AM
Accused Arrested In Chain Snatching Case At Himmatnagar

હિંમતનગર: હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં સપ્તાહની શરૂઆતમાં ચેઇન સ્નેચીંગના ચાર બનાવોને પગલે એસપીએ 48 કલાકમાં ચેઇન સ્નેચરોને ઝડપી પાડવા સૂચના આપ્યા બાદ મોતીપુરામાંથી ચેઇન સ્નેચરને ઝડપી પાડી પૂછપરછ કરતા ચેઇન સ્નેચીંગના પાંચ ગુનાની કબૂલાત કરી હતી.


ગત તા. 27/03/18 ના રોજ બપોરે દોઢ વાગ્યે બીડીવીઝન પોલીસ સ્ટેશનને અડીને જ જૂના સરકીટ હાઉસ આગળ ચેઇન સ્નેચીંગની ઘટના બનતા બીડીવીઝન પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ સર્વેલન્સ અને બાતમી દારોના સહારે ઘાસના ઢગલામાંથી સોય શોધી કાઢી હતી. બાતમીદારોએ પુષ્ટી કર્યા બાદ મોતીપુરા આદર્શ બંગ્લોઝમાં હાલ રહેતા રાહુલકુમાર ઉર્ફે આરીફ આન્દ્રીયાસ સુરમાજી અસારી (મૂળ રહે. મોબતપુરા તા. વિજયનગર)ને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી હતી.

પલ્સર બાઇક (નં. જી.જે-9-સી.ટી.9071) લઇને તેના મિત્ર ભાવેશ ચંદુભાઇ ગામેતી (રહે. ટીંટોઇ )ની મદદથી 27 માર્ચે જૂના સરકીટ હાઉસ આગળ ચેઇન સ્નેચચીંગ કરી ફરાર થઇ ગયાની કબૂલાત કરી હતી. અને આ સોનું વેચી રાહૂલને પૈસા આપતો હતો. પોલીસે લુંટના ગુનામાં વાપરેલ પલ્સર બાઇક અને રાહૂલકુમાર ઉર્ફે આરીફે ચેઇન સ્નેચીંગ સમયે પહરેલ જીન્સ પેન્ટ, ટીશર્ટ, ઘડીયાળ, મોજા તથા સ્લીપર કબ્જે કર્યા હતા.


પુછપરછમાં 12 જાન્યુઆરીએ મંદિર રોડ, 20 જાન્યુઆરીએ છાપરીયા ચાર રસ્તા અને રાયગઢ પાસે, એક માસ પહેલા કાંકણોલ પાસેથી દોરો ખેંચી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટીંટોઇના ભાવેશ ગામેતીને પકડવા તજવીજ હાથ ધરી છે તેની અટકાયત બાદ લૂંટના સોનાની ખરીદી કરનાર સોનીઓ પર તવાઇ આવવાની ઘડીઓ ગણાઇ રહી છે.

X
Accused Arrested In Chain Snatching Case At Himmatnagar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App