Home » Uttar Gujarat » Latest News » Himatnagar » 55 patidar arrested for rally in Bayad

હાર્દિકના ઉપવાસ આંદોલનને લઇ સાબરકાઠાં અને અરવલ્લીમાં પ્રદર્શન: 55 પાટીદારોની અટક

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:57 AM

બેરણામાં સીકે પટેલના પૂતળા દહન મામલે 50 સામે ફરિયાદ

 • 55 patidar arrested for rally in Bayad

  હિંમતનગર /મોડાસા: અમદાવાદમાં પાસના કન્વિનર હાર્દિક પટેલના ખેડૂતોના દેવા માફી અને અનામતના મુદ્દે આમરણાંત ઉપવાસના સમર્થનમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં પાટીદાર પ્રભાવિત ગામોમાં રામધૂમ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સાથે પાટીદારના ગઢ ગણાતાં બાયડમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રેલી કાઢતાં 55 જેટલા કાર્યકરોની અટકાયત કરી 200 જેટલી બાઇક ડીટેઇન કર્તા પાટીદાર સમાજના યુવાનોમાં રોષ ભભૂક્યો હતો.

  બાયડમાં રેલી કાઢતાં 55 પાટીદારોની અટક

  જ્યારે ખંભીસરમાં મહિલાઓ અને ગ્રામજનો દ્વારા થાળી-વેલણ વગાડી સરકારનો વિરોધ કરાયો હતો.વિરોધની સૌથીવધુ અસર પ્રાંતિજ તાલુકામાં જોવા મળી જ્યારે ધડકણ અને સોનાસણમાં કાર્યકારો દ્વારા સીકે પટેલના પૂતળાનું દહન કરાયું, જ્યારે પાસ કન્વિનર અનીલ પટેલ પ્રાંતિજ શહેરમાં ચડ્ડી-બનીયાન પહેરી જય સરદારના નારા સાથે પ્રાંતિજ બજારમાં નિકળી સરકારે અમારા કપડાં ઉતારી નાખ્યાં ના સૂત્રોચ્ચાર કરી વ્યક્ત કર્યો હતો. તલોદના મોઢુકામાં મુંડન કરાવી જ્યારે ભીમપુરામાં બજાર બંધ રાખી અને 25 પાટીદારોઅે મુંડન કરાવી વિરોધ કર્યો. અગાઉ બેરણામાં કરાયેલા સીકે પટેલના પુતળા દહન મામલે પોલીસે 50ના ટોળા સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો.

  ભીમપુરાના બજાર બંધ અને 25 પાટીદારોએ મુંડન કરાવ્યા

  હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલનને લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમા સરકારની નીતિઓ વિરોદ્ધ અસંતોષ ફેલાયો છે. બાયડમાં આજે ગુરુવારના રોજ બાયડ,તેંનપૂર,ચોઈલા અમિયાપુર જીતપુર સુંદરપુરા સહિતના ગામોના યુવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યાં બાદ રેલી કાઢવામાં આવતાં યુવાનોને અટકાવવાનો પ્રયાસ કાર્યો હતો.જોકે, યુવાનો અને પોલીસ વચ્ચેનાં ટકરાવમાં પોલીસે રેલી કાઢતા 55 જેટલા યુવાનોની અટકાયત કરતાં પોલીસ અને દેખાવકારો વચ્ચે રીતસરના પકડદાવના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે યુવાનોની 200 જેટલી બાઇક ડીટેઇન કરતા સમાજનાં યુવાનોમાં પોલીસની દમનકારીનીતિ સામે રોષ પ્રગટ્યો હતો.

  મોડાસા : મોડાસના ખંભીસરની મહિલાઓએ બુધવારે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, પાટીદારોની માગણી સ્વીકારવામાં નહીં આવે તો ભાજપ છોડવા મજબૂર થવું પડશે. રાત્રી સમયે ખંભીસરમાં મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ,બાળકો અને યુવાનોએ એકઠા થઇને થાળી-વેલણ વગાડીને સરકાર સામમે વિરોધ નોંધાવ્યો હતો.મૂહમાં રામધૂન બોલાવી હતી અને કુંભકર્ણની નીંદરમાં પોઢેલી સરકાર જાગે તે માટે સમૂહમાં કેન્ડલ માર્ચ યોજી હતી.


  પ્રાંતિજ : પ્રાંતિજના ધડકણ ખાતે ભાજપ આગેવાનની નનામી કાઢી પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને નમાની આખા ગામમાં ફેરવી હાય રે હાય ના નારા સાથે પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો . સરકાર સામે થાળીઓ અને વેલણ વગાડી વિરોધ કર્યાં બાદ સોનાસણમાં પણ ભાજપ આગેવાનના પુતળાનું દહન કરતા જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેર નામાનો જાહેરમાં ભંગ કરતાં 15 જેટલા પાટીદારોના ટોળાં સામે પ્રાંતિજ પોલીસના પીએસાઇ એન.વી.જોધ્ધા દ્વારા ફરિયાદ કરતાં પ્રાંતિજ પોલીસ જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળ ની તજવીજ હાથધરી હતી.


  જ્યારે પ્રાંતિજ પાસ કન્વીનર અનીલ પટેલ દ્વારા ગુરુવારે ધારાસભ્ય અને સંસદ સભ્યને ફોન કરતાં યોગ્ય જવાબ ન મળતાં પાસ કન્વીનર દ્વારા પ્રાંતિજ શહેરમાં ચડી બનીયાન પહેરી જય સરદાર ના નારા સાથે પ્રાંતિજ બજારમાં નિકળી સરકારે અમારા કપડાં ઉતારી નાખ્યાંના સૂત્રોચ્ચાર કરી વ્યક્ત કર્યો હતો.

  પુંસરી : મોઢુકા ગામે યુવાનોએ સમૂહ મુંડનનો કાર્યક્રમ યોજાયો હતો. સરકારના બહેરા કાને પાટીદારની માંગણી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 50 જેટલા પાટીદાર યુવાનોએ તથા નાના-મોટાઓએ મુંડન કરાવ્યું હતું. તાલુકાના ભીમપુરામાં સ્વયંભુ બજાર બંધ રહે અને આખો દિવસ રામધુન થઈ અને 25 પાટીદારોએ મુંડન કરાવ્યુ હતું.

  ઉત્તર ગુજરાતમા ક્યાં શુ થયું

  - ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર રામધૂન-રેલી સાથે વિરોધ
  - પાટણમાં શાળા કોલેજો બંધ કરી દેવાઇ
  - ચાણસ્મા - લણવા સજ્જડ બંધ રહ્યું
  - મહેસાણામાં બંધની અસર ન જોવા મળી
  - એસપીજી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી
  - કડીમાં પાટીદાર યુવકોએ રેલી, ત્રણની અટકાયત
  - ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરે 6 કલાક ઉમિયા ધૂન
  - ઊંઝાના કહોડા ગામે ટાયરો સળગાવાતાં દોડધામ
  - બહુચરાજી સજ્જડ બંધ રહ્યું
  - પાલનપુરમાં પાટીદારોની એક હજાર દુકાનો બંધ
  - ગઢમાં મહિલાઓએ થાળી વેલન વગાળી

  ટોળાએ ખેરવા યુનિવર્સિટી પાસે રોડ પર ટાયરો સળગાવી રોડ બ્લોક કર્યો

  મોઢેરા હાઇવે પર રાત્રે ટોળાએ ટાયરો સળગાવ્યા બાદ ગુરુવારે મહેસાણાના ખેરાવા ગણપત યુનિવર્સીટી નજીક હાઇવે પર ટોળાએ બપોરે આડસો મૂકી ટાયરો સળગાવતા રસ્તો બ્લોક થયો હતો.જેની ભડક તાલુકા પોલીસને લાગતા સ્થળ પર દોડી જઇને 6 જેટલા યુવાનોને પકડીને તેમના મોબાઇલ ચેક કર્યા હતા. જેમાં હાર્દિક સમર્થનમાં વોટ્સઅપ ગ્રુપ બનાવી ઉશ્કેરણીજનક પોસ્ટ ,વીડિયો વાયરલ કરી રોડ ઉપર અવરોધમાં 6 યુવાનો તેમજ 25ના ટોળા વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ