Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » 4.80 lakh foreign liquor was arrested under the cartoons of slippers

ચંપલના કાર્ટૂનની આડમાં લવાતો 4.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 11:33 PM

પોલીસે 14.81 લાખના મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપ્યા

  • 4.80 lakh foreign liquor was arrested under the cartoons of slippers

    મોડાસા-શામળાજી: શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પાસેથી ચંપલના કાર્ટુનની આડમાં છૂપાવેલો 4.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ સહિત ટાટા ટેમ્પો સહિત કુલ 14.81 લાખનો મુદામાલ અને 2 પરપ્રાંતિય શખસોને પકડી લીધા હતા. શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અેમ.બી. ગઢવી શનિવાર સાંજે હિંમતનગર- ઉદેપુર નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન રાત્રિના 9.30 કલાકે રતનપુર ચેકપોસ્ટ પાસેના અણસોલ ગામની સીમમાંથી પસાર થતી ટાટા ટેમ્પો (નં. એચ.આર. 55 ડબલ્યુ 3129)ને રોકાવી તલાશી લેતાં ચંપલના કાર્ટુનની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનો હાથ લાગ્યો હતો.

    પોલીસે દારૂની પેટી નંગ- 100 કુલ 4800 નો કુલ રૂ. 4.80 લાખનો તેમજ 10 લાખની ટાટા ટેમ્પો અને મોબાઇલ સહિત કુલ 14,81,500નો મુદામાલ કબજે લીધો હતો અને ગુનાના આરોપી મનોજ મહાવીરસિંગ જાટ (રહે. ભાંડવા તા. બાડરા જિ.ચરખીદાદરી (શાણાકય), રવિંદર સુરજભાણ (ઉ.વ.30, રહે.હરિયાણા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ દારૂ ભરી આપનાર સંજયકુમાર ઉમેદસીંગ રહે. પ્લોટ નંબર-5 ગૌ શાલા રોડ અશોક પીએચ-3 ગુડગાંવ હરિયાણાને ઝડપી પાડવા માટે શામળાજી પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending