હિંમતનગર, પોશીના અને માલપુરમાં સાડા 3 ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર/મોડાસા:  ત્રણેક સપ્તાહ બાદ શુક્રવારે મેઘરાજાએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે પુન: પધરામણી કરતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ સાબરકાંઠાના હિંમતનગર અને પોશીના તેમજ અરવલ્લીના માલપુરમાં સાડા ત્રણ ઇંચ અને મહેસાણાના કડીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. દાંતીવાડામાં એક કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસ્યો છે.  ઇડરમાં અઢી ઇંચ, જ્યારે પાલનપુર, મોડાસા, ભિલોડા અને મેઘરજમાં 2 ઇંચ, બાયડ, ધનસુરા, બહુચરાજી અને સતલાસણામાં પોણા બે ઇંચ, જોટાણામાં દોઢ, મહેસાણા, ડીસામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. તો ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

 

 

કંથારિયામાં મહુડાના વૃક્ષ ઉપર વીજળી પડતાં 7 પશુઓનાં મોત

 

ઉપરવાસમાં વરસાદને કારણે પનારી નદી બે કાંઠે વહેતી થઇ હતી. જ્યારે વીજળી પડતાં મોડાસામાં એક ખેડૂતનું મોત થયું હતું. તો પાલનપુરના રાજપુરમાં બે ગાયોનાં અને ભિલોડાના કંથારિયામાં સાત પશુઓનાં મોત થયાં હતાં. સૌથી ઓછો પાટણ જિલ્લામાં માત્ર અડધાથી પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદના કારણે મૂરઝાતી મોલાતને જીવતદાન મળી ગયું છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

 

મોડાસા, ભિલોડા, મેઘરજમાં 2 ઇંચ, બાયડ,ધનસુરામાં પોણા બે ઇંચ

 

સાબરકાંઠા-અરવલ્લીમાં હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 24 કલાકમાં થયેલ શ્રીકાર વર્ષાને કારણે મૂરઝાતી મોલાતને જીવતદાન મળી ગયુ છે અને કૃષિવિભાગ દ્વારા મળતી માહીતી અનુસાર ખરીફ વાવેતરને હવે નુકશાન થવાની સંભાવના નહીવત્ છે. આકાશમાંથી કાચુ સોનુ વરસતુ હોય તેવો વરસાદ વરસતા જમીનમાં ભેજનો સંગ્રહ થયો છે અને ખેડૂત આલમ ઘેલમાં આવી ગયો છે. હિંમતનગર અને પોશીનામાં સાડા ત્રણ ઇંચ ઇડરમાં અઢી ઇંચ અને ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. 

 

વધુ માહિતી માટે આગળ વાંચો... પાલનપુરના વૈદ્યવાસમાં જર્જરિત મકાનનું છજુ તૂટ્યુ. જાનહાનિ ટળી