મોદી-નેતન્યાહૂની 40 મિનિટના રોકાણ માટે 1600 કર્મચારીઓ સુરક્ષામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ આજે ગુજરાતમાં 6 કલાકનું રોકાણ કરવાના છે. તે પૈકી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના  વદરાડ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ્સ ખાતે 40 થી 45 મિનિટનું રોકાણ કરવાના છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 7 એસ.પી. સહિત ચેતક કમાન્ડોના 3 યુનિટ સહિત પોલીસકર્મીઓ તૈનાત કરી દેવાયા છે.  

 

એક્સલન્સ સેન્ટરની મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે


નરેન્દ્ર મોદી અને નેતન્યાહૂ આજે બપોરે 3:20 કલાકે હેલીકોપ્ટરથી પ્રાંતિજ તાલુકાના વદરાડ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ ખાતે પહોંચશે અને બંને વડાપ્રધાનની મુલાકાતના સ્મૃતી ચિહ્નરૂપ વીઝીટીંગ સ્ટોનનું અનાવરણ કરશે. ત્યારબાદ એક્સલન્સ સેન્ટરની મુલાકાત લઇ સ્ટેજ પર આવશે અને ભૂજના કૂકમાં ખાતે રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ખારેકનું રીમોટથી લોકાપર્ણ કરી ખેડૂતો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. 

 

વડાપ્રધાનોની હાજરીમાં સુરક્ષા કર્મચારીઓ

 

ઈઝરાયલ અને ભારતના બબ્બે વડાપ્રધાન જિલ્લાની મુલાકાત લેવાની ઐતિહાસિક ઘટના બની રહી છે ત્યારે બંને માટે આંતરરાષ્ટ્રીય મહત્વને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં અાવી છે. સાં.કાં.અેસ.પી. સૌરભસિંઘે સુરક્ષા વ્યવસ્થા અંગે જણાવ્યુ હતુ કે આ માટે 07 એસ.પી., 10 ડીવાયએસપી, 18 પીઆઇ, 65 પીએસઆઇ, 1100 જેટલા પોલીસકર્મી, એસઆરપીની 3 કંપની અને 3 યુનિટ ચેતક કમાન્ડો સુરક્ષાની જવાબદારી સંભાળશે.

 

બંને વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા 
 
3:20- સેન્ટર ઓફ એક્સલન્સ વદરાડ ખાતે હેલીકોપ્ટરથી આગમન  
3:25-  વીઝીટીંગ સ્ટોનનું લોકાપર્ણ 
3:30-  ચેરીટોમેટો, કૂકૂમ્બર પોલી હાઉસનું નિદર્શન  
3:35- પ્લગ નર્સરી 
3:40-  સ્ટેજ પર આગમન અને રિમોટથી કૂકમા સેન્ટરનુ ઉદ્દઘાટન  
3:45-  ખેડૂતો સાથે વાર્તાલાપ શરૂ કરશે.
 
વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...