Home » Uttar Gujarat » Latest News » Himatnagar » મોડાસા માર્કેટયાર્ડની 19 બેઠકની ચૂંટણીમાં 14 બિનહરિફ | 14 Unconditional In 19 Seat Election of Modasa Marketyard, Five Candidates Won

મોડાસા માર્કેટયાર્ડની 19 બેઠકની ચૂંટણીમાં 14 બિનહરિફ, પાંચ ઉમેદવારો વિજયી

Divyabhaskar.com | Updated - May 06, 2018, 01:07 AM

બે ઉમેદવારોને સરખા મત મળતાં ચૂંટણી અધિકારીઓએ ચિઠ્ઠીઓ નંખાવવી પડી

  • મોડાસા માર્કેટયાર્ડની 19 બેઠકની ચૂંટણીમાં 14 બિનહરિફ | 14 Unconditional In 19 Seat Election of Modasa Marketyard, Five Candidates Won

    મોડાસા: મોડાસા તાલુકા ખરીદ-વેચાણ સંઘની 19 બેઠકો માટે ચૂ઼ંટણી જાહેર થતાં જ તાલુકાના રાજ કારણમાં ગરમાવો આવી ગયો હતો. આ ચૂંટણીમાં મંડળી વિભાગમાં 10 ઉમેદવારો જ્યારે વ્યક્તિ વિભાગમાં 4 ઉમેદવારો બિન હરિફ જાહેર કરાયાં હતાં. જ્યારે બાકીની પાંચ બેઠકો માટે મંડળી વિભાગે શનિવારે ચૂ઼ંટણી યોજાતાં ચૂંટણી અધિકારી મોડાસા મામલતદારે પાંચ ઉમેદવારોને સાંજે વિજયી જાહેર કર્યા હતા.


    મોડાસા માર્કેટયાર્ડ સંઘ મંડળીઓની વ્યવસ્થાપક સમિતિઓનાં વ્યક્તિ ડેલીગેટની 15 બેઠકોમાંથી 10 ડેલીગેરોને ચૂ઼ંટણી અધિકારીએ બિનહરિફ જાહેર કર્યા હતા. જ્યારે 4 ડેલીગેટોને બિનહરિફ જાહેર કરતાં કુલ 14 ડેલીગેટો બિનહરિફ ચૂ઼ંટાઇ આવ્યા હતા. જ્યારે મંડળી વિભાગની પાંચ બેઠકો માટે શનિવારે મોડાસાની મામલતદાર કચેરી ખાતે ચૂ઼ંટણીનું મતદાન યોજાયું હતું. જોકે, આ ચૂ઼ટણીમાં વર્તમાન ચેરમેન અરૂણભાઇ પટેલ સહિત 10 ઉમેદવારો વચ્ચે ચૂ઼ટણી જંગમાં ભારે રસાકસી ભર્યો બન્યો હતો. મોડાસામાં એક તરફ સહકારી જીનમાં ચેરમેનની ચૂંટણી અને બીજીબાજુ તાલુકા સંઘની ચૂ઼ંટણી હોવાથી દિવસ દરમિયાન મોડાસામાં રાજકીય નેતાઓ અને તેમનાં સમર્થકોનો જમાવડો રહ્યો હતો.

    બે ઉમેદવારોને સરખા મત


    ચૂંટણીમાં ભગાભાઇ પટેલ અને પ્રેમજીભાઇ પટેલને બે-બે સરખા મત મળ્યા હોવાથી ચૂંટણી અધિકારીએ બંનેના નામની ચિઠ્ઠીઓ ઉછાળવાનો નિર્ણય કરાતાં આ ચિઠ્ઠી અન્ય વ્યક્તિ મારફતે ખોલવામાં આવી હતી. જેમાં પટેલ ભગાભાઇ કાળાભાઇનું નામ નિકળતાં તેમને વિજેતા જાહેર કરાયા હતા.

    બિન હરિફ જાહેર થયેલાં ઉમેદવાર


    - ઉપાધ્યાય અંબાલાલ જયશંકર- લીંભોઇ
    - પટેલ જેઠાભાઇ છગનભાઇ -શીણાવાડ
    - પટેલ વિનુભાઇ પૂંજાભાઇ - વણીયાદ
    - પટેલ હિરાભાઇ ધૂળાભાઇ - ટીંટોઇ
    - પટેલ દયાળભાઇ રામાભાઇ - બામણવાડ
    - પટેલ પ્રભુદાસભાઇ પૂંજાભાઇ - ઇસરોલ
    - રબારી સાગરભાઇ ઇશ્વરભાઇ - સરડોઇ
    - પટેલ કચરાભાઇ પૂંજાભાઇ - ટીંટીસર
    - પટેલ પૂ઼જાભાઇ હરિભાઇ - કોલીખડ
    - પટેલ સુરેશભાઇ મણીભાઇ- મુન્શીવાડા


    વ્યક્તિ વિભાગમાંથી બિનહરિફ


    - પટેલ પંકજભાઇ નટવરસિંહ - મુન્શીવાડા
    - પટેલ નટુભાઇ જેશીંગભાઇ - વણીયાદ
    - પટેલ જયંતિ વાલજીભાઇ - દેવીપુરાકંપા
    - ચૌહાણ જયેન્દ્રસિંહ પદ્મસિંહ - નાંદીસણ


    ચૂંટણી બાદમાં વિજયી ઉમેદવાર


    - પટેલ અરૂણકુમાર વી. - ઉમેદપુર/જીવણપુર
    - હસમુખભાઇ વી.પટેલ - મોહનપુરાકંપા
    - ભગાભાઇ કાળાભાઇ - ખંભીસર
    - હસમુખભાઇ અંબાલાલ ઉપાધ્યાય -લંભોઇ
    - ગોરધન જીવરાજભાઇ પટેલ -અમલાઇકંપા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ