ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર પોઝિટિવ કેસ 27, મૃત્યુઆંક 9 થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીગનર શહેર તથા જિલ્લામાં ઓગષ્ટની શરૂઆતથી સ્વાઇન ફ્લુનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કલોલ તાલુકાનાં જામળા ગામે રહેતા 52 વર્ષિય આધેડનો અમદાવાદમાં સારવાર દરમિયાન સ્વાઇન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવતા કલોલ આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 27 લોકો સ્વાઇન ફ્લુમાં સપડાઇ ચુક્યા છે, જેમાંથી 9નાં મોત થયા છે. કલોલ તાલુકામાં સૌથી વધુ સ્વાઇન ફ્લુનાં કેસો મળી રહ્યા છે.

- સ્વાઇન ફ્લૂના કેસમાં એકાએક વધારો,
- આરોગ્ય કેન્દ્રના ઓફિસર તથા અધિકારીઓ દોડતા થયા

જિલ્લા આરોગ્ય સુત્રોનાં  જણાવ્યા અનુસાર વર્ષ 2017માં ગાંધીનગરમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફલુ પોઝિટિવનાં કુલ 5 કેસ સામે આવ્યા છે. જેમાં 1નું મૃત્યુ થયું છે. જયારે કલોલ, દહેગામ, માણસા તથા ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 22 કેસો મળ્યા છે અને 8 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં કલોલ તાલુકાનાં જામળાનાં 52 વર્ષીય આધેડનો પણ સમાવેશ થાય છે.

જામળામાં રહેતા આધેડને ગત તા 3જીનો રોજ તાવ આવતા બીજા દિવસે ગામનાં ખાનગી તબીબ પાસે સારવાર લીધી હતી. દવાથી સારું ન થતાં પલીયડની હોસ્પીટલમાં સારવાર લીધી હતી. પિતાની બિમારીની જાણ થતા અમદાવાદ રહેતો પુત્ર રાણીપ લઇ ગયો હતો. જયાં ફરી તાવ આવતા માણસાની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ગાંધીનગર સિવિલમાં રીફર કર્યા હતા. સિવિલમાં સારવાર આપી તા 9મીનાં રોજ પરત મોકલ્યા હતા અને તબીયત વધારે ખરાબ થતા અમદાવાદ ભીમજીપુરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

સ્વાઇન ફ્લૂની શંકા જતા રીપોર્ટ મોકલ્યો હતો.  10મી તારીખે તેમનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને હાલ અમદાવાદની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જેને પગલે કલોલનાં સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર તથા તેમની ટીમ દ્વારા જામળામાં દર્દીનાં ઘરની મુલાકાત લઇને આસપાસનાં 5 ઘરોમાં સર્વે કરાયો હતો.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.....
અન્ય સમાચારો પણ છે...