તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્માના ગલોડીયા પાસે કાર ચાલક 6 યાત્રાળુઓને ટક્કર મારી ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા/બાયડ: અંબાજી જતાં પદયાત્રીઓના સંદ્યને શનિવારે સાંજે ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામ પાસે એક કાર ચાલકે હડફેટે લેતાં દાહોદ જિલ્લાના ફતેપુરા ગામના છ પદયાત્રીઓને ઇજાઓ થતાં હિંમતનગર સિવિલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.બાયડ પાસે રિલાયન્સ પંપની સામે અંબાજી જતા એક પદયાત્રીને શુક્વારે સવારે ટ્રકે પાછળથી હડફેટે લેતાં તેનું જ મોત થયું હતું રાજસ્થાન તરફથી માં અંબાના દર્શને પદયાત્રીઓ અંબાજી તરફ અલગ અલગ રોડ પ્રયાણ કરી રહ્યા છે.
7 યાત્રિકોને એક કાર ચાલકે ટક્કર મારી ફરાર થઇ ગયો
ત્યારે દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો એક સંઘ અંબાજી માં અંબાના દર્શને જતો હતો ત્યારે છ થી સાત જણા ગલોડીયા સુધી આવ્યા હતા અને બાકીના લોકો ખેડબ્રહ્મા પહોંચી ગયા હતા ત્યારે શનિવારે સાંજે ગલોડીયા પાસે પહોંચેલા આ 7 યાત્રિકોને એક કાર ચાલકે ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જ્યારે આ સાત યાત્રિકોને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે સિવિલ કાર ચાલકે ટક્કર મારતાં ખેડબ્રહ્માની હોસ્પિટલમાં ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે રીફર કરાયા હતાં.
ઇજાગ્રસ્તોના નામ
તબીયાર પંકજકુમાર રમેશભાઇ (ઉ.વ. 20) મુ. મોટી દઢેલી
તબીયાર શૈલેષભાઇ કલાભાઇ (ઉ.વ. 19) મુ. મોઢી દઢેલી
બામણીયા બંટીભાઇ દિનેશભાઇ (ઉ.વ. 30) મુ. હળમદ
ભેદી જયંતિભાઇ હોમાભાઇ (ઉ.વ. 21) મુ. નાની દઢેલી
પારધી ગોરધનભાઇ ધનજીભાઇ (ઉ.વ. 20) મુ. મોટી દઢેલી
પારધી મોહનભાઇ કમાભાઇ (ઉ.વ. 20) મુ. મોટી દઢેલી
કટારા રાકેશભાઇ મખલાભાઇ (ઉ.વ. 25) મુ. મોટી દઢેલી
બાયડ પાસે ટ્રકની હડફેટે ડાકોરના પદયાત્રીનું મોત
બાયડ.બાયડ પાસે રિલાયન્સ પંપની સામે અંબાજી જતા એક પદયાત્રીને શુક્વારે સવારે ટ્રકે પાછળથી હડફેટે લેતાં તેનું જ મોત થયું હતું. આ અંગે મળેલ માહિતી મુજબ ડાકોરના વણોતી ગામથી પગપાળા અંબાજી જવા માટે બાયડ રીલાયન્સ પંપ આગળથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અરવિંદભાઈ પરમાર નામના પદયાત્રીને એક ટ્રક નંબર આર.જે.29 જી.એ 4064 ટક્કર મારતા આ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાયડ પોલીસ ટ્રક ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો