બડોલી: 3 મિનિટ બોલી હાર્દિકે કહ્યું જેને સાંભળવુ હોઇ તેઓ વિરપુર પહોંચે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બડોલી: ઇડર તાલુકાના બડોલી ગામમાં ગુરૂવારે બપોરે યોજાનાર જાહેર સભામાં લોકો ત્રણ કલાક સુધી બેસી રહ્યા બાદ સાંજે 6 વાગ્યે આવી પહોંચેલ હાર્દિક પટેલે માત્ર ત્રણ  મિનિટમાં ભાષણ આટોપી લઇ સ્ટેજ પરથી ઉતરી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને નિરાશા જોવા મળી હતી. ત્રણેક કલાક બાદ 6 વાગ્યે હાર્દિક પટેલ આવી પહોંચ્યા બાદ અભિનેતા લાવવાનો નથી. સારો નેતા લાવવાનો  છે તથા ઇડરીયાગઢ તરીકે ઓળખાતો ગઢ અત્યારે જોવા મળતો નથી તેમ કહી જેને સાંભળવું હોય તે વિરપુર પહોંચો તેમ કહી સ્ટેજ પરથી ઉતરી પડ્યો હતો અને વિરપુર જવા રવાના થઇ ગયો હતો. જેને કારણે હાજર રહેલ લોકોમાં રોષ પેદા થયો હતો.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...