તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડાના કાળીડુંગરી આશ્રમશાળામાંથી 10 બાળકો કહ્યા વિના ભાગ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 10 બાળકો પૈકી 3 બાળકો બસમાં બેસી તેમના ઘરે જતા રહ્યા હતા
- છાત્રાલયમાં ફાવતુ ન હોવાથી સંચાલકને કહ્યા વિના રવિવારે નીકળી ગયા
સાબરકાંઠા: ભિલોડા તાલુકાના કાળીડુંગરી ખાતે આવેલ આશ્રમ શાળામાં ભણતા 10 બાળકોને છાત્રાલયમાં ફાવતુ ન હોવાને કારણે તેઓ સંચાલકને કહ્યા વિના રવિવારે નીકળી ગયા હતા. કાળીડુંગરીની આશ્રમશાળા અને છાત્રાલયમાં રહી ભણતા ખેડબ્રહ્માના જોટાસણ ગામના 10 બાળકોને છાત્રાલયમાં ફાવતુ ન હોવાથી પોતાના બિસ્તર સાથે રવિવારે નીકળી ગયા હતા. આ બાળકો ભિલોડા ત્રણ રસ્તા પાસે આવીને રડતા હતા. જેથી શાકભાજીનો વ્યવસાય કરતા રમેશભાઇ બોડાત, રાજુભાઇ સિંધી અને શંકરભાઇ ચોલવીયાએ પુછપરછ કરતાં બાળકોએ ભૂખ લાગી હોવાનું જણાવ્યુ હતું.આ બાળકોને નાસ્તો કરાવ્યો હતો અને સરપંચ મનોજભાઇ પટેલને જાણ કર્યા બાદ ભિલોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.પી.ઝાલાને જણાવાયુ હતું અને તમામ બાળકોને પોલીસ સ્ટેશનમાં મોકલી અપાયા હતા.
- આ બાળકો છાત્રાલયમાંથી નીકળી ગયા

વિનોદ સેગાભાઇ ખૈર (ધોરણ-4), કાળુ વાલજીભાઇ ખૈર (ધોરણ-5), વિજય મહેન્દ્રભાઇ ખૈર (ધોરણ-6), રમેશ મનાભાઇ ખૈર (ધોરણ-4), બંસી મનજીભાઇ ખૈર (ધોરણ-4), પૂનમ બાબુભાઇ ખૈર (ધોરણ-4), કિરણ બાબુભાઇ ખૈર (ધોરણ-1), (તમામ રહે.જોટાસણ, તા.ખેડબ્રહ્મા)
અન્ય સમાચારો પણ છે...