લક્ઝરીમાં પેસેન્જર બની વિદેશી દારૂની ખેપ મારતાંં 3 આરોપીઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા: મોડાસા રૂરલ પોલીસે રવિવારે રાત્રે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી લક્ઝરીનું ચેકીંગ કરતાં મુસાફર બની વિદેશી દારૂની હેરાફેરી કરતાં તેમાંથી રૂ.38,500નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે રાજસ્થાનના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મોડાસા રૂરલ પોલીસે રવિવારની રાત્રિ દરમિયાન હિંમતનગર-ઉદેપુર નેશનલ હાઇવે પર આવેલી રાજેન્દ્રનગર ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ઉદેપુર તરફથી આવતી લકઝરી (નં. આરજે.12, પીએ-2786)ને અટકાવી હતી અને તેની તપાસ કરતામં લકઝરીમાં મુસાફરી કરતાં રાજસ્થાનના ત્રણ આરોપીઓ પાસેથી જુદીજુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ક્વાટરીયા તથા ટીન નંગ મળી કુલ 123 બોટલ કિંમત 38,500નો જથ્થો મળી આવ્યો હતો.

 

પોલીસે 38,500 ના દારૂ સહિત 10.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો


પોલીસે લક્ઝરી અને વિદેશી દારૂ સહિત કુલ રૂ. 10,40,500નો મુદ્દામાલ કબજે લઇને આરોપી લલિત મોહન વિજય લાલાજી ડાયમા (ઉં.વ.29, રહે. વાડા પુનાલી, જી. ડુંગરપુર), લક્ષ્મણ રામલાલા મેઘવાલ (ઉં.વ. 23, રહે, દાસકાગુડા, તા. દરીયાવત, જી. પ્રતાપગઢ), કેશરીસિંહ ધૂળસિંહ રાઠોડ (રહે. ટોકર, તા. સેમારી, જી. ઉદેપુર)ને ઝડપીને તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...