3.50 લાખના મોબાઇલ લઇને પોબારા ગણી ગયેલા 3 જામનગરથી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરમાં મોબાઇલનો શોરૂમ શરૂ કરવાનો તખ્તો તૈયાર કરી વિવિધ કંપનીના મોબાઇલનું વેચાણ કરતા 6 ડીસ્ટ્રીબ્યુટરો પાસેથી રૂા.9.62 લાખના મોબાઇલ લઇ રાતોરાત પોબારા ગણી ગયેલ જામનગરના 3 ઇસમોને બી-ડીવીઝન પોલીસ જામનગરથી 75 મોબાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટસ સાથે ઝડપી હિંમતનગર લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
 
હિંમતનગરના મોબાઇલનો વ્યવસાય કરતા છ-છ ડીસ્ટ્રીબ્યુટરોને ચૂનો ચોપડી રૂા.9.62 લાખના મોબાઇલ લઇને 3 ઇસમો પલાયન થઇ જવાની ઘટનાને પગલે હોબાળો મચી ગયો હતો. બી-ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ત્રણ ઇસમો પૈકી એકનું આઇડી પ્રૂફ મળી આવેલા હોવાથી તેના આધારે તપાસ હાથ ધરી હતી. બી-ડીવીઝન પી.એસ.આઇ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સાંકાભાઇ દેસાઇ, રાકેશભાઇ, વિરભદ્રસિંહ અને જીતેન્દ્રસિંહ જામનગરના ફાચરીયા ગામે પહોંચ્યા હતા અને ત્યાં તપાસ કરતા કેયુર દરગાણી નામનો ઇસમ મોડપર ગામમાં હોવાનું જાણવા મળતાં તેને ત્યાં જઇ ઝડપી પાડયો હતો.  

કેયુર દરગાણીને ઝડપી પાડ્યા બાદ અન્ય બે ઇસમો અંગે પૂછપરછ હાથ ધરતાં તેમણે જામનગરમાં દુકાન ભાડે રાખી રેડીમેડ કપડાનો ધંધો શરૂ કર્યો હોવાનું જાણવા મળતા કેયુર દરગાણીને લઇને જામનગર આવ્યા હતા અને કપિલ ઉર્ફે કલ્પેશ હરીશભાઇ ઉર્ફે હરકીશન દાવડા અને હીરેન મહેન્દ્રભાઇ લક્ષ્મીધરા દત્તાણીને ઝડપી પાડી 75 જેટલા મોબાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ કુલ રૂા.3,23,495નો મુદા્માલ રીકવર કરી હિંમતનગર લાવી ગુરૂવારે સાંજે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...