તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકાસણીમાં સારબકાંઠામાં 26 ફોર્મ રદ 49 માન્ય: ગુરુવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક ઉપર 95 ફોર્મ ભરાયા બાદ મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાતા 26 ફોર્મ રદ થયા હતા અને 4 બેઠકો પર હવે 49 ઉમેદવારો મેદાનમાં છે. અન્ય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધુ હોઇ રીસામણા મનામણા બાદ ગુરૂવારે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. હિંમતનગર બેઠક પર સૌથી વધુ 18, ખેડબ્રહ્મા બેઠક પર સોથી ઓછા સાત ફોર્મ માન્ય રહ્યા છે. 


વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવાર જાહેર થઇ ગયા બાદ બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ ચાર વિધાનસભા બેઠક પર કુલ 69 ઉમેદવારોએ 95 ફોર્મ ભર્યા હતા. મંગળવારે ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.  જેમાં કુલ 49 ઉમેદવારોના 79 ફોર્મ માન્ય રહ્યા હતા જ્યારે 26 ફોર્મ રદ થયા હોવાનુ નાયબ ચૂંટણી અધિકારી મુકેશ પરમારે જણાવ્યું હતું.  30 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર પાછુ ખેંચી શકાશે. ગુરૂવારે સાંજે કઇ બેઠક પર કેટલા ઉમેદવાર છે તેનુ ચિત્ર સ્પષ્ટ થશે. 

 

મંગળવારથી બે દિવસ દરમિયાન અપક્ષ ઉમેદવારોને મનાવવાનુ અને મેનેજ કરવાનુ ચરમ સિમાએ પહોંચશે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવાર છે. જ્યારે ખેડબ્રહ્મા બેઠક પર સૌથી ઓછો સાત ઉમેદવાર છે. 30 મી તારીખે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ પ્રચાર કાર્ય ચરમે પહોંચશે અને ચૂંટણીનો માહોલ જામવા માંડશે. 

 

 

જિલ્લામાં 21 અપક્ષ અને 10 રાજકીય પક્ષો 

 

જિલ્લાની ચાર બેઠક પર કુલ 21 અપક્ષ અને 10 રાજકીય પક્ષોએ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. શંકરસિંહ  વાઘેલાની પાર્ટી અને બસપાએ ચારેય બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. હિંમતનગર બેઠક પર ભાજપ કોંગ્રેસ સિવાય 8 રાજકીય પક્ષો અને 8 અપક્ષ ઉમેદવારો ગમે તેનો ખેલ બગાડવા સક્ષમ છે. જોકે, ગુરૂવારે સાંજે જ ચિત્ર સ્પષ્ટ થશે.

 

હિંમતનગર બેઠક માટે નવા બેલેટ લાવવાની નોબત 


ફોર્મ ચકાસણીને અંતે 18 ઉમેદવાર વધ્યા છે. દરેક બેલેટ યુનીટની કેપીસીટી 15 ઉમેદવારીની છે. ગુરૂવારે જો ત્રણ કે તેથી વધુ ઉમેદવારો ફોર્મ પરત નહી ખેંચે તો મતદાન મથક દીઠ વધારાનુ બેલેટ યુનીટ મુકવુ પડશે.  

 

 

 

અન્ય સમાચારો પણ છે...