મહેસાણામાં ઘરફોડ કરનારો 2.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા:  અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને જામનગરમાં ઘરફોડ ચોરીઓના 53 ગુનાઓ આચરનાર કલાસવા ગેંગનો મુખ્ય સૂત્રધાર ભિલોડા ખાતે સોના-ચાંદીના દાગીના વેચવા આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે કોર્ડ કરી આ ઘરફોડયા ગુનેગારને જબ્બે કરતા પોલીસને વધુ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી.
 
છેલ્લા બે વર્ષમાં થયેલી 49 ઘરફોડ ચોરીઓ આચરનાર કલાસવા ગેંગનો આરોપી મુકેશ ફતા કલાસવાને 3 માસ અગાઉ ઝડપી પકડ્યો હતો. તેને 3 જિલ્લાઅોમાં 49 સ્થળે આચરેલા ઘરફોડના ગુનાઓની કબૂલાત કરી હતી. અને ચોરાયેલો મુદ્દામાલ ક્યા અને કોને વેચ્યો તેવી સઘળી હકીકત ઓંકી દેતા એલસીબી ઇન્સ્પેક્ટરે આ ગેંગના વધુ બે આરોપીઓ અને ચોરેલા મુદ્દામાલને ખરીદનાર વેપારીને ઝડપી લીધા હતા.

જોકે કલાસવા ગેંગના મુખ્ય સૂત્રધાર નાસતો ફરતો હોવાથી તેને ઝડપી પાડવા મળેલી બાતમીના આધારે આરોપી સોના-ચાંદીના દાગીના સહિતના 2.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અને ઝડપાયેલા આરોપીએ જિલ્લા સહિત વિવિધ વિસ્તારોમાં 53 ઘરફોડ ચોરીઓ કરી હોવાનું કબલ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...