તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહકાર હોલ પાસે 16.33 કરોડથી વધુના ખર્ચે અંડરબ્રીજ બનાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર:  હિંમતનગરમાં સહકાર હોલ તથા સ્વામીનારાયણ મંદિર પાસેના રેલ્વે ક્રોસીંગ પર રૂા.16.33 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવનાર અંડરબ્રીજના કામને ગાંધીનગર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રાલય દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી મળી જતા હિંમતનગર પાલિકા અને રાજય માર્ગ-મકાન વિભાગ દ્વારા ડી.ટી.પી.સાથે ટેન્ડરીંગ પ્રક્રિયા માટેની કામગીરી હાથ ધરાઇ છે.
 
આ અંગે પાલિકા તેમજ માર્ગ-મકાન વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં સહકાર હોલ તથા સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ રેલ્વે ક્રોસીંગ એલ.સી. નં.-48બી તથા 215સી પર અંડરબ્રીજ બનાવવામાં આવનાર છે. પાલિકા તેમજ માર્ગ-મકાન વિભાગની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાંધીનગર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂા.16.33 કરોડની સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે.  માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર ભરતભાઇ શાહ અને એડીશનલ ઇજનેર જે.એસ.પંચાલે જણાવ્યુ હતું કે, રૂા.16.33 કરોડથી વધુના ખર્ચે બનનાર અંડરબ્રીજ માટે હાલમાં ડી.ટી.પી. બનાવવાની કામગીરી ચાલી રહી છે. કુલ 350 મીટરની લંબાઇ ધરાવતા અંડરબ્રીજ પર સર્વિસ રોડ સાથે ડ્રેનેજ લાઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.

હજુ બંને વિભાગો વચ્ચે કામ અંગેની ટેકનીકલ પ્રક્રિયા ચાલી રહી છે. જયારે બીજીબાજુ અંડરબ્રીજની હાઇટ અંગે પણ થોડી વિસંવાદીતા જણાતી હોય તેના નિરાકરણ માટે વાટાઘાટો સાથે ટેકનીકલ ફેરફારની ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

ખેડબ્રહ્મા-ઉદયપુરના બંધ ફાટકમાંથી મુક્તિ 
હિંમતનગર પાલિકા પ્રમુખ નિલાબેન પટેલે જણાવ્યુ હતું કે, સહકાર હોલથી સ્વામીનારાયણ મંદિર સુધીના માર્ગ પર અંડરબ્રીજ બની જતા નગરજનોને બંને લાઇનો પર આવેલા ફાટકો બંધ રહેતા અવરજવર કરવામાં જે મુશ્કેલી વેઠવી પડે છે તેમાંથી આગામી સમયમાં મુકિત મળશે, સાથે સાથે શહેરની ટ્રાફીક સમસ્યા હલ થશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો