12 વિકલાંગ મહિલાઓ કરે છે પ્રાંતિજના કતપુર ટોલનાકાનો વહીવટ

12 disabled women are administration at katapura Tall Plaza in Prantij
12 disabled women are administration at katapura Tall Plaza in Prantij
12 disabled women are administration at katapura Tall Plaza in Prantij
Bhaskar News

Bhaskar News

Jun 15, 2015, 12:13 AM IST
તાજપુરકૂઇ : પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પરથી પસાર થાઓ તો, ભાગ્યે જ જોવા મળે એવા દ્રશ્યો દેખાય. અહીંયા ટોલટેક્ષ ઉઘરાવવા સહિતની કામગીરીમાં પુરુષો નહીં, વિકલાંગ મહિલાઓ છે. 12-12 વિકલાંગ મહિલાઓએ અહીં કામ કરીને વધુ એકવાર અે સાબિત કર્યુ છે કે, હૈયામાં હામ હોય તો ગગન કાંઇ નાનું નથી. આ મહિલાઓની સુરક્ષા માટે પણ સીસીટીવી કેમેરા લગાવીને કાળજી લેવામાં આવી છે. જોકે, માતા-પિતા કે પતિની લેખિત સંમતી પછી જ મહિલાને નોકરી અપાઇ હોવા છતાં, તેમને દિવસ દરમિયાન જ ફરજ સોંપવામાં આવે છે.
Paragraph Filter
- પ્રેરણાદાયી પથ કંડાર્યો | મારીને ઠેકડા અમે પહોંચીશું મંઝિલે, શક્તિ અગાધ છે, ભલે પાંખો કપાઇ છે
- મહિલાઓની સલામતી માટે સીસીટીવી કેમેરા ગોઠવાયા

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સાબરકાંઠાના કતપુર નજીક આવેલા ટોલનાકા પર તેના સંચાલક દ્વારા આ વિસ્તારની 12 વિકલાંગ મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. અહીં બધા મળી 60 કર્મચારીઓ ત્રણ પાળીમાં ફરજ બજાવે છે. ટોલનાકાના સંચાલક મહાવીર સિંહ પુવારના જણાવ્યા અનુસાર, દેશમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષ 2006માં 308થી વધુ ટોલનાકા બનાવાયા છે. જેમાં કતપુર ટોલપ્લાઝાનો ટોલ ઉઘરાવવા ટેન્ડર પદ્ધતિથી ઇજારો અપાયો છે.

ટોલપ્લાઝાના સંચાલકે જણાવ્યું કે, જરૂરમંદ વિકલાંગ મહિલાઓ રોજગારીની શોધમાં આવે છે ત્યારે તેમની પાસેથી તેમના માતા-પિતા અથવા તો પતિની સંમતી લેખિતમાં લેવાય છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોવુ જરૂરી છે. મહિલાઓની સલામતી માટે ટોલનાકા પર સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. જો કોઇ વાહન ચાલક મહિલાની મશ્કરી કરે તો તરત જ તેને પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવે છે.

ટોલપ્લાઝાના સંચાલકે જણાવ્યું કે, મહિલાઓ માત્ર એક શીફ્ટમાં 8થી 4 સુધી ફરજ બજાવે છે. બાકી પુરુષો ફરજ બજાવે છે. મહિલાઓને નોકરીમાં રાખવી તેવો કોઇ આદેશ નથી. પરંતુ ટોલપ્લાઝાની આસપાસ 4-5 કિ.મી.ના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં ભણેલી ગણેલી યુવતીઓ હોય અને તેની જાતે આવ-જા કરી શકતી હોય તો તેને રોજગારીની તક મળે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો : પરિવારનો આધારસ્તંભ, આને અબળા કહેવાય?, મારી દીકરી પરિવારનો મોભ બની છે ........
X
12 disabled women are administration at katapura Tall Plaza in Prantij
12 disabled women are administration at katapura Tall Plaza in Prantij
12 disabled women are administration at katapura Tall Plaza in Prantij
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી