• Gujarati News
  • 9 Thousand Cash To Be Returned To The Original Owner Of Youth

ધોલવાણી છાપરાના યુવાને ૯ હજારની રોકડ મૂળમાલિકને પરત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નાણા પરત કરી રહેલ યુવાન)
- ધોલવાણી છાપરાના યુવાને ૯ હજારની રોકડ મૂળમાલિકને પરત કરી

ભિલોડા : ભિલોડા તાલુકાના ભૂતાવડ છાપરાના એક રહીશ તાજેતરમાં ધોલવાણીની ગ્રામીણ બેંકમાં નાણાં ઉપાડી પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમના પોકેટમાંથી નાણાં પડી ગયા હતા. જેની શોધખોળ કરવા છતાં મળ્યા ન હતા. આ નાણાં જેમને મળ્યા હતા તે યુવકે બુધવારે ધોલવાણી ત્રણ રસ્તા ખાતે મણીભાઇના ગલ્લા પર આવીને નાણાં મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયું છે. ભૂતાવડ છાપરાના કલાસવા મણીલાલ પેથાભાઇનું ધોલવાણીની દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં ખાતુ છે.
જેમાંથી તેઓ ગત મંગળવારે બેંકના ખાતામાંથી રૂ.૯ હજાર ઉપાડી પરત જઇ રહ્યા હતા. પરંતુ બેંકની સીડી ઉતરતા તેમના નાણાં પોકેટમાંથી પડી ગયા હતા. ત્યારબાદ તેઓએ ઘરે આવીને પોકેટમાં જોતા રૂ.૯ હજાર ન હતા. જેથી તેમણે શોધખોળ કરવા છતાં નાણાં ન મળતા નિરાશ થયા હતા અને તેઓએ બેંકના મેનેજરને ફોન કરી જાણ કરતા જણાવ્યુ હતું કે મેં નાણાં ઉપાડયા બાદ કોણ કોણ અરજદાર બેંકમાં લેવડ-દેવડ માટે આવ્યા હતા.
બેંકના મેનેજરે જણાવ્યુ હતું તમોએ નાણાં ઉપાડયા બાદ ધોલવાણી છાપરાના તબિયાડ રાજુભાઇ મણીભાઇ નામના અરજદારનો મણીભાઇએ સંપર્ક કરતા રાજુભાઇએ જણાવ્યુ હતું કે મને સીડી ઉતરતા રૂ.૯ હજાર મળ્યા હતા. જેથી મને વિચાર આવ્યો કે આ નાણાં હું બેંક મેનેજરને પરત કરું કે શું કરું, વિચાર કરતા મણીભાઇ આવ્યા ત્યારે તેમણે સઘળી હકીકત કહેતા રાજુભાઇ નામના યુવકે નાણાં પરત કરી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા. બુધવારે ધોલવાણી ત્રણ રસ્તા ખાતે મણીભાઇના ગલ્લા પર રાજુભાઇએ આવીને નાણાં પરત કરી એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયુ છે