તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતપુર પાસેથી કતલખાને લઇ જવાતાં ૩૮ પશુઓ બચાવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક શખ્સની અટકાયત કરી પશુને ઈડર પોજરાપોળમાં મોકલાયા

હિંમતનગર-અમદાવાદ હાઇવે પર પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલટેક્ષ પાસેથી શુક્રવારે પોલીસે કતલખાને લઇ જવાતા ૩૮ પશુઓને બચાવી લઇ તેમને ઇડર પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. તેમજ પોલીસે રૂ.૩.પ લાખનો મુદામાલ કબજે લઇ એકની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાંતિજ પોલીસને બાતમી મળી હતી કે કતપુર ટોલટેક્ષ નજીકથી કેટલાક પશુઓને એક વાહનમાં ભરી કતલખાને લઇ જવાઇ રહ્યા છે. જેથી પોલીસે વોચ ગોઠવી વાહનોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન અહીંથી પસાર થતી આઇશર ટ્રક નંબર જીજે.૧૮.વાય.૭૦૯૧ ની જડતી લેતા તેમાં પાસ પરમીટ અને ઘાસચારો-પાણીની સગવડ વગર ૩૬ વાછરડા અને બે મોટા પશુઓને હકડેઠઠ બાંધી કતલખાને લઇ જવાઇ રહ્યા હોવાનું જણાયુ હતું.

ત્યારબાદ પોલીસે રૂ.૪૯.પ૦૦ ના પશુઓ મળી આઇશર ટ્રક સહિ‌ત રૂ.૩.પ લાખનો મુદામાલ જપ્ત લીધો હતો. પશુઓને કતલખાને લઇ જઇ રહેલ મહંમદયુનુસ નુરમહંમદ શેખ (રહે.અમદાવાદ) ની અટકાયત કરી તેની વિરુદ્ધ સાંકાભાઇએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.