દાતાંના બે યુવાનોએ 7 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સદભાવના ગ્રુપના બે યુવાનોને જ્યારે સમાચાર મળ્યા કે દાંતાનાં પોશીનાનાં એક ગરીબ પરિવારની દિકરીને સીબીએસ વાયરસનો ગંભીર તાવ છે અને જેની સારવાર પાછળ 2 થી 2.5 લાખનો ખર્ચ છે તો આ પરિવાર ભાંગી પડ્યો હતો. પરતું બે યુવાનો એ સરકારી લાભ વિશે માહીતી આપી આ પરિવાર ની દિકરીને નિઃશુલ્ક સારવાર કરાવી હતી.

હડાદ પાસેના પોશીના નજીક આવેલ સાલેરા ગામના કાંતિભાઈ હેમભાઈ ગમાર અને હાલમાં ભાગળ પીપળી ગામમા ખેત મજૂર તરીકે કામ કરે છે. જેમની દીકરી રતનને મગજનો તાવ આવ્યો હતો. સીબીએસ નામના આ વાઇરસના કારણે બાળકીને લકવાની અસર અને શરીર સુન્ન થઈ ગયું હતું. દવાખાનામાં 2.50 લાખનો ખર્ચ કહેતા આ ગરીબ પરિવારના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.

જોકે આ વાતની જાણ સદભાવના ગ્રુપના બે મિત્રો જગદીશ કોરોટ અને અનિલ ચૌધરીને થતાં એમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી અમદાવાદ સિવિલમાં પહોંચ્યા હતો અને બાળકીનાં ડોક્યુમેન્ટ લેવા બાળકીના ઘરે ગામડે પરત આવી કાગળો એકત્રીત કરી આ દીકરીનો ઈલાજ નિ:શુલ્ક કેમ થાય એ માટે ભારે દોડાદોડ કરી હતી. સરકારી યોજનાની માહિતી કઢાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ હોસ્પિટલમાં સરકારી લાભ અપાવી નિઃશુલ્ક સારવાર કરાવી 3 દિવસ ત્યાં જ રહ્યાં અને બાળકીની હાલતમાં સુધારો આવ્યાં બાદ પરત ફર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...