પોશીના કોલેજમાં ફિનીસિંગ સ્કૂલનો સમાપન સમારોહ

પોશીના | સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પોશીના ખાતે કોલેજના આચાર્ય સંજય એમ પટેલના માર્ગદર્શન હેઠળ તથા પ્રોફેસર...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:10 AM
Poshina - પોશીના કોલેજમાં ફિનીસિંગ સ્કૂલનો સમાપન સમારોહ
પોશીના | સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પોશીના ખાતે કોલેજના આચાર્ય સંજય એમ પટેલના માર્ગદર્શન હેઠળ તથા પ્રોફેસર અલ્પાબેનના કો-ઓર્ડીનેશન હેઠળ તારીખ 7.9.18 થી 16.9.18 સુધી ફિનીસિંગ સ્કુલનું પ્રથમ 50 કલાક નું આયોજન કરવામાં આવેલ હતુ. જેનો સમાપન સમારંભ રવિવારે સરકારી કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. અરુપ સિંહા દ્વારા વિદ્યાર્થીઓ ને દસ દિવસ દરમિયાન જીવન કૌશલ્ય અને વ્યવસાય કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી તથા કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા જેમાં પાંચ વિદ્યાર્થીઓને રૂપિયા 7000 નું સ્ટાઇપેન્ડ આપતા જોબ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પોશીના સેન્ટમેરી સ્કૂલના આચાર્ય મહિપાલસિંહ વાઘેલા તથા કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

X
Poshina - પોશીના કોલેજમાં ફિનીસિંગ સ્કૂલનો સમાપન સમારોહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App