સિદ્ધપુરના કોટ ગામમાં વીજકરંટથી યુવાનનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના કોટ ગામે ગુરૂવારે સાંજે વરસેલા વરસાદને કારણે ગામના ૩૭ વર્ષના એક યુવાનને પોતાના મકાન પાસેના થાંભલા ઉપરથી વીજકરંટ લાગતા મોત થવા પામ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધપુર તાલુકાના કોટગામે રહેતા ૩૭ વર્ષના ઠાકોર ભીખાજી સોમાજી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે મજૂરી કરીને ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરની પાસે આવેલા એક વીજળીના થાંભલામાં કરંટ ચાલુ હતો જ્યાંથી ઠાકોર ભીખાજી પસાર થતા થાંભલાને હાથ અડકી જતાં સીધો કરંટ તેમના શરીરમાં પસાર થયો હતો જેને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઇ જવાતાં રસ્તામાં જ તેમણે દમ તોડી દેતા ભીખાજી ઠાકોરનું મોત થયું હતું જેને લઇને તેઓનું શુક્રવારે જનરલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું.