તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરના ખળી પાસે બાઇક સ્લીપ ખાઇ જતાં યુવતીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરનાખળી ગામ પાસે વીજ સ્ટેશન પાસે વળાંકમાં પાટણ તરફથી આવી રહેલ બાઇક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ ખાઇ જતાં બાઇક સવાર ભત્રીજાને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે પાછળ બેઠેલ ફોઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે પાટણ તરફથી આવી રહેલ બાઇક (જીજે-રએએલ- ૧૦૬૨) લઇને શ્રીમાળી પ્રિયકાન્તભાઇ નરેન્દ્રભાઇ પસાર થઇ રહ્યા હતા આ અરસામાં ખળી ગામ પાસે આવેલા વીજ સ્ટેશન નજીક વળાંકમાં અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બાઇક સ્લીપ ખાઇ ગયું હતું. જેમા પ્રિયકાન્તભાઇ શ્રીમાળીને બંને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

જ્યારે પાછળ બેઠેલ શ્રીમાળી નયનાબેન રમેશભાઇ મુક્તિધામ સામે નદી રોડ સિદ્ધપુરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરતાં યુવતીનું મહેસાણા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે અંગે સિદ્ધપુર પોલીસે લાશનો કબજો લઇ પંચનામું કરી લાશને સિદ્ધપુર પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લવાઇ હતી. જે અંગે વધુ તપાસ એએસઆઇ વિસાભાઇ પ્રજાપતિ ચલાવી રહ્યાં છે.