પાટણમાં ૧૮ કરોડના ખર્ચે ગંદા પાણીની શુદ્ધિકરણનો પ્લાન્ટ સ્થપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓકિસડેશન પોન્ડમાં ઠલવાતા શહેરના ગંદા પાણીને શુધ્ધ બનાવતી એસટીપી યોજના અંતર્ગત ડેન્ડર પ્રક્રિયા માટે જીયુડીસીને મંજુરી
પાટણ શહેરમાંથી રોજેરોજ પાઇપલાઇન મારફતે માખણિયાના ઓક્સિડેસન પોન્ડમાં ઠલવાતાં ગંદા પાણીનું શુધ્ધીકરણ કરી ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલચરનાં ઉપયોગમાં લઇ શકાય તે માટે રૂ. ૧૮.પ૦ કરોડનાં ખર્ચે સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તાજેતરમાં જીયુડીએમ દ્વારા જીયુડીસીને ટેન્ડર પ્રક્રિયા કરવા મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલ એસટીપી યોજનાનું કામ આ ટેન્ડર પ્રક્રિયા બાદ શરૂ થઇ જશે તેમ પાલિકાના સુમાહિ‌તગાર સુત્રોએ જણાવ્યુ હતું.
શહેરમાં જીયુડીસી દ્વારા વિકસીત વિસ્તારને આવરી લઇને બાકી રહેતા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન નાંખવામાં આવી રહી છે. શહેરમાંથી ગંદા પાણીના નિકાલ માટે આ ફેઝ-૧ની ચાલતી કામગીરી સાથેસાથે ફેઝ-૨માં સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાટે પણ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે.
જેમાં જીયુડીએમ દ્વારા ૧૧ જાન્યુઆરીએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીને એસટીપી(સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) યોજના અંતર્ગત રૂ. ૧૮.પ૦ કરોડની નાણાકીય મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં ફેઝ-૧માં ભૂગર્ભ ગટર લાઇન દરમ્યાન માખણીયા ખાતે ફેઝ-૨ના ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ કામગીરી શરૂ થવાનાં અણસાર સાંપડી રહ્યા છે.
દરરોજ ૧૦ મિલીયન લીટર ગંદુ પાણી ઓકસીડેશન પોન્ડમાં જાય છે
શહેરમાંથી ગંદા પાણીના નિકાલ માટેનું નેટવર્ક પાઇપલાઇન મારફતે ગોઠવાયું છે. જેમાં રોજેરોજ શહેરમાંથી ૧૦ મિલીયન લિટર ગંદા પાણીનો નિકાલ પાઇપ લાઇન મારફતે માખણિયા વિસ્તારમાં નિયત કરાયેલ ઓકિસડેશન પોન્ડમાં કરવામાં આવી રહ્યો છે.જ્યારે હજુ કેટલાક વિસ્તારમાં નેકવર્કના અભાવે ગંદુ પાણી પિતાબર તળાવમાં જઇ રહ્યુ છે.
હાલ ૩પ ખેડૂત આ પાણીનો ખેતરમાં પિયત માટે ઉપયોગ કરે છે
ઓકિસડેશન પોન્ડની ક્ષમતાં ૩પ એમએલડી(મિલીયન લિટર પર ડે)ની છે. આ પોન્ડના કિનારે મશીન લગાવીને આજુબાજુની સાંડેસરીપાટીના ૩પ ખેડૂત પાણી ખેતર સુધી લઇ જાય છે અને પિયત તરીકે ઉપયોગ કરી રહ્યા છે.પાલિકામાં વર્ષે રૂ. ૧૨ હજાર નો દર ચૂકવીને ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરતાં હોવાનુ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી પાણી શુધ્ધીકરણ ૯પ ટકા કરી શકાશે
સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી આ ગંદા પાણીને ૯પ ટકા શુધ્ધ કરી શકાશે. જેથી આ પાણીનો ઉપયોગ એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝમાં થઇ શકશે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી ખેડૂત મંડળી બનાવીને અહિ‌યાથી પાણી ખેતરોમાં પાણી સપ્લાય માટે પણ વિચારણા થઇ શકે તેમ નગર પાલિકાના પબ્લિક હેલ્થ એન્જિન્યર કિર્તીભાઇ પટેલે જણાવ્યુ હતું.