તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણઃ હાઇવેની હાઉસિંગના રહીશોને એક દાયકા પછી પાણીની સુવિધા મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાણી મળતાં ધારાસભ્ય સહિ‌ત આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો
પાટણ શહેરના ઓજી વિસ્તાર ગુજરાત હાઉસીંગ બોર્ડ શિવનગરમાં એક દશકા પછી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ બનતાં ગુરુવારે વિસ્તારના રહીશો દ્વારા ધારાસભ્ય સહિ‌ત ભાજપ આગેવાનોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અગ્રણીઓએ ચૂંટણીમાં ભાજપને વોટનો સૂર વ્યક્ત કર્યો હતો. શહેરના ગોલાપુર તરફ જતાં વળાંકમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં (શિવનગર) ૪૩પ મકાનો આવેલા છે. જે પૈકી ૨પ૦ જેટલા મકાનોમાં રહીશોનો વસવાટ છે. પાલિકા હદ બહાર હોવાથી પાણી માટે પાઇપલાઇન નેટવર્કિંગવિસ્તારના રહીશોને મળતુ નહોતું.
આ અંગે વિસ્તારના રહીશોએ જિલ્લા કલેક્ટર સહિ‌ત ઉચ્ચ કક્ષાએ અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વિવેકાધિન ગ્રાન્ટમાંથી સિદ્ધિ સરોવરથી હાઇવે થઇ ગુજરાત હાઉસીંગ બોર્ડ સુધી અંદાજે ૧પ લાખના ખર્ચે પાઇપલાઇન નાંખવામાં આવતાં રહીશો પાલિકામાં જોડાણ ચાર્જ ભરીને નળ કનેક્શન લેવા માંડયાં છે. જેમાં કેટલાક મકાનોમાં જોડાણ આવી જતાં પાલિકાનું પાણી આવતુ થતાં રહીશોમાં આનંદ છવાયો હતો.
વિસ્તારના રહીશ પ્રેમચંદભાઇ યોગીએ જણાવ્યું હતું કે, ૧૩ વર્ષથી પાણીની તકલીફ હતી. શરૂઆતમાં બોર બનાવ્યો હતો તે પણ ખોટવાતાં ૧૦ વર્ષથી પાણી માટે આજુબાજુના ખેતરોમાં જવું પડતું હતું. હવે પાણી મળતુ થતાં રાહત થઇ છે. પાલિકામાં ફી ભરીને કનેક્શન લેવામાં આવી રહ્યાં છે. અત્રે પાણીની સુવિધા થતાં રહીશો દ્વારા ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ, પાલિકા પ્રમુખ હેમંત તન્ના, લાલુભાઇ પટેલ સહિ‌ત ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો