હારિજના વોર્ડ-૪માં કોનો સિક્કો પડશે ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૦ ફેબ્રુઆરીએ યોજાનાર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે કુલ ૭૭ ફોર્મમાંથી ૩૭ ફોર્મ પાછા ખેંચાતા તમામ વોર્ડનું ચિત્ર સ્પષ્ટ થતાં કુલ ૭ વોર્ડની ર૧ બેઠકો માટે કુલ ૪૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યાં છે. તમામ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ મતદારોને રીઝવાવ પ્રચાર પ્રસાર વેગવંતુ બનાવ્યું છે. શહેરના વોર્ડ-૪માં કુલ ૧૦ ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી પણ પાંચ ફોર્મ પાછા ખેંચાતા હવે ભાજપની પેનલના ત્રણ ઉમેદવારો અને બે અપક્ષ ઉમેદવારો ચૂંટણીજંગમાં રહ્યા છે.

નગરમાં સૌથી વધુ મતદારો
વોર્ડ-૪ નગરમાં સૌથી વધુ કુલ ૨૪૫૪ મતદારો ધરાવતો વોર્ડ છે. જેમાં મુખ્યત્વે ભીલ, રાવળ, ઠક્કર, દરજી, પ્રજાપતિ જેવા મતદારોની બહુમતી છે. દેવીપૂજક, ઠાકોર, બ્રહ્ન સમાજ, મિસ્ત્રી, પંચાલ જેવી જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે.

વોર્ડ-૪ની મુખ્ય સમસ્યા
આ વિસ્તારની મુખ્ય સમસ્યા ખાડડી તળાવ છે. જે તળાવ બાયપાસ રસ્તા પર ભીલપુરા, દરજી સોસાયટીની પડખે અડીને આવેલું હોઇ આ વિસ્તારનું ગટરનું પાણી આ તળાવમાં બારેમાસ ભરેલું રહે છે. ચોમાસામાં વરસાદનું પાણી પડવાથી ગંદા પાણી રોડ પર આવી જતાં ભીલપુરા, રાવળવાસના રહીશોને મહામુશ્કેલીનો સામનો કરવો પડતો હોઇ કાયમી પાણીનો નિકાલ થાય તેવું વોર્ડના લોકો ઇચ્છી રહ્યાં છે. કોર્પોરેટર તુષારભાઇ અમીનના જણાવ્યા મુજબ તળાવના પાણીના નિકાલ માટે પાલિકામાં અંડરગ્રાઉન્ડ ગટરોની ગ્રાન્ટ આવેલી છે. અંડર ગ્રાઉન્ડ ગટરો બનાવી આ કાયમી પ્રશ્ન હલ કરવામાં આવનાર છે.

વોર્ડ-૪માં આવતો વિસ્તાર
વોર્ડ-૪માં ગેરેજચાલી, જાખાવાળી ચાલી, અશોકભાઇની લાટી, વોરાજીની લાટી, અમરાપુરા ચાલી, જલારામ પાર્ક, વાગડ વાડી વિસ્તાર, દરજી સોસાયટી, અંબિકાનગર,હસ્તીનાપુર, ભીલપુરા, રાવળવાસ, ટેકરો, ગોકુલનગર વગેરે નાના-મોટા વિસ્તારોથી સૌથી વધુ મતદારો ધરાવતો વિસ્તાર આવેલો છે.

રોડ-પાણીની તકલીફ દૂર થઇ
વોર્ડ -૪માં વિકાસની ર્દષ્ટીએ સમગ્ર ચાલી, મહોલ્લામાં સીસી રોડનું કામકાજ પૂર્ણ થયેલ છે. જ્યારે પાણી પણ નિયમિત પણે લોકોને મળી રહે છે. પાલિકા દ્વારા શિશુ મંદિર વિદ્યાલય સુધી નવીન પાઇપલાઇન નાંખી પાણી પહોંચાડવામાં આવે છે. આ તકલીફો ગત ટર્મમાં દૂર કરાવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

વોર્ડ-૪નું રાજકીય સમીકરણ
વોર્ડ-૪માં ગત પાલિકાની ચૂંટણીમાં બે અપક્ષો ભાજપની પેનલમાંથી એક મહિલા ઉમેદવાર વિજેતા બન્યા હતા. જ્યારે ભાજપના બે ઉમેદવારોનો પરાજય થયો હતો. આવનારી ચૂંટણીમાં વોર્ડ-૪ના મતદારો કોનો સિક્કો પાડશે તે આવનારો સમય બતાવશે પણ અટકળો વેગીલી બની છે.

ચૂંટણીમાં કોણ કોણ ટકરાશે
વોર્ડ ઉમેદવાર પક્ષ
વોર્ડ-૧
કાનજીભાઇ રાવળ ભાજપ
પ્રફ્રૂલભાઇ પરમાર ભાજપ
હીરાભાઇ સોલંકી અપક્ષ
દિનેશભાઇ સોલંકી અપક્ષ
વોર્ડ-ર
રમેશકુમાર ઠાકર ભાજપ
રંજનબેન મકવાણા ભાજપ
રમેશજી ઠાકોર ભાજપ
નંદુજી ઠાકોર અપક્ષ
સુરેખાબેન પરમાર અપક્ષ
નાનુભાઇ રાવળ અપક્ષ
લલિતકુમાર મહેતા અપક્ષ
કમુબેન રાઠોડ અપક્ષ
વોર્ડ-૩
ઝીલુજી વાઘેલા ભાજપ
મનોરજી ઠાકોર ભાજપ
મંજુલાબેન ઠાકર ભાજપ
ગણપતભાઇ પટેલ અપક્ષ
હસમુખભાઇ ઠાકર અપક્ષ
પાર્વતીબેન ઠાકોર અપક્ષ
રજનીકાંન્ત ઠાકર અપક્ષ
બાબુભાઇ પ્રજાપતિ અપક્ષ
વોર્ડ-૪
દીપકભાઇ ભીલ ભાજપ
તુષારકુમાર અમીન ભાજપ
હંસાબેન ઠક્કર ભાજપ
નટવરભાઇ ભીલ અપક્ષ
રમીલાબેન રાવળ અપક્ષ
વોર્ડ-૫
મીતેશકુમાર ઠક્કર ભાજપ
રીટાબેન ઠક્કર ભાજપ
મહેન્દ્રકુમાર ઠક્કર ભાજપ
જગદીશકુમાર ઠક્કર અપક્ષ
ભગવાનભાઇ પટેલ અપક્ષ
પુષ્પાબેન ઠક્કર અપક્ષ
વોર્ડ-૬
ભુપેન્દ્રકુમાર પ્રજાપતિ ભાજપ
પાર્વતીબેન ઠાકોર ભાજપ
ખીમજીભાઇ જોષી ભાજપ
સમીરકુમાર ઠાકર અપક્ષ
બીપીનકુમાર રાવલ અપક્ષ
કડવીબેન પ્રજાપતિ અપક્ષ
વોર્ડ-૭
હસમુખભાઇ ઠક્કર ભાજપ
ભીખીબેન દેસાઇ ભાજપ
મથુરજી ઠાકોર ભાજપ
ચંચીબેન ઠાકોર અપક્ષ
ઇમ્તીયાઝખાન શેખ અપક્ષ
રહેમતખાન શેખ અપક્ષ