ઉ.ગુ.યુનિ સેલ્ફ ફાઇનાન્સ સાયન્સ કોલેજોની ફીમાં ઘટાડો કરવા માંગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - યુનિવર્સીટી)
-પછાત વિસ્તારમાં આવેલ હેમ.ઉત્તર ગુજરાત યુનિ દ્વારા વિદ્યાર્થી હિ‌તમાં ફી ઘટાડો કરવા પૂર્વ સેનેટ મેમ્બરે કુલપતિને રજૂઆત કરી

પાટણ : રાજ્યમાં સેલ્ફ ફોઇનાન્સ સાયન્સ કોલેજો માટે એસીપીસી દ્વારા વાર્ષિ‌ક રૂા.૨પ હજાર વિદ્યાર્થી ફી નક્કી કરવામાં આવી હતી.જેમાં ગુજરાત યુનિવર્સિ‌ટી દ્વારા રૂા.૭પ૦૦ નો ઘટાડો કરીને રૂા. ૧૭પ૦૦ કરવામાં આવ્યો છે ત્યારે પછાત વિસ્તારમાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિ‌ટી પણ વિદ્યાર્થી હિ‌તમાં બી.એસ.સીમાં ફી ઘટાડો કરે તેવી માંગણી યુનિ. સમક્ષ કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજ્યમાં પ્રથમવાર એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ર્કોષિ‌સ દ્વારા બી.એસ.સીમાં ઓનલાઇન વિદ્યાર્થી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વાર્ષિ‌ક રૂા.૨પ હજાર ફી નક્કી કરાઇ હતી.પરંતુ ગુજરાત યુનિવર્સિ‌ટીએ વિદ્યાર્થી હિ‌તને ધ્યાનમાં લઇને ઘટાડો કરી રૂા.૧૭પ૦૦ ફી કરવામાં આવતાં આ નિર્ણયને વિદ્યાર્થી આલમે આવકાર્યો છે.

ઉત્તર ગુજરાત પછાત વિસ્તારમાં આવેલ છે.અહી ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા વાલીઓના સંતાનો ભણતાં હોવાથી ઉત્તર ગુજરાત યુનિ.એ પણ સેલ્ફફાઇનાન્સ કોલેજોની ફીમાં ઘટાડો કરવા અંગેની માંગણી સાબરકાંઠાના પૂર્વ સેનેટ સભ્ય નિતીન સાધુ દ્વારા કુલપતિને પત્ર પાઠવીને કરવામાં આવી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ સાયન્સ કોલેજોનો રાફડો ફાટી નિકળ્યો છે અને કેટલીક કોલેજોના સંચાલકો પ્રવેશ માટે યુનિવર્સિ‌ટીએ નક્કી કરેલ ફી ઉપરાંત રૂા.પ૦,૦૦૦ થી રૂા. ૭પ,૦૦૦ ડોનેશનની માગણી વાલીઓ પાસે કરી રહ્યાનું ચર્ચાય છે.કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળ્યો છે તેનો સંચાલકો લાભ લઇ રહ્યા હોવાનું વાલીઓમાં ચર્ચાઇ રહ્યું છે તેમાં યુનિવર્સિ‌ટીને દરમ્યાનગીરી કરવા માંગણી કરાઇ હતી.