પાટણઃ પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રોની વીડીયોગ્રાફી થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાટણ જિલ્લામાંથી ધો. ૧૦-૧૨ના ૩પ૩૩૩ વિદ્યાર્થીઓની આગામી ૧૩મી પરીક્ષા પ્રારંભ થશે
પાટણ જિલ્લામાં આગામી ૧૩મી માર્ચે ગુરુવારથી ધો. ૧૦ તેમજ ધો. ૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ના કુલ ૩પ૩૩૩ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં સંવેદનશીલ કેન્દ્રો પર એસઆરપી બંદોબસ્ત ગોઠવાશે અને પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવા વીડીયોગ્રાફી કરવામાં આવશે તેમ શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અભ્યાસક્રમનું રીવીઝન કરવાની અંતિમ તૈયારીઓ કરવા લાગ્યાં છે. બીજી તરફ જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા પણ કેન્દ્ર મથકો પર પરીક્ષાર્થીઓ માટે વર્ગખંડોમાં લાઇટ, પંખા, પીવાના પાણીની વ્યવસ્થા અંગે કેન્દ્ર સંચાલકોને સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને સૂચારુ વ્યવસ્થા જળવાય તે હેતુથી સંવેદનશીલ કેન્દ્રો પર એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાશે અને વીડીયોગ્રાફી કરવાનો નિર્ણય લેવાયો છે.
- પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થી બેઠક વ્યવસ્થા નિહાળી શકશે
દરેક કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના એક દિવસ અગાઉ (બુધવારે) વિદ્યાર્થીઓ બપોરે રથી પ દરમિયાન બેઠક વ્યવસ્થા નિહાળી શકશે. આ માટે શાળાઓ ખૂલ્લી રહેશે.
- શિક્ષણાધિકારી કચેરીએ કંટ્રોલ રૂમ
પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. જેમાં પરીક્ષાને લગતી કોઇ ફરીયાદ હોય તો ૦૨૭૬૬ ૨૩૦૦૨પ કંટ્રોલ પર ફોનથી જાણ કરી શકાશે. ધો. ૧૦, ૧૨ પરીક્ષાના ઝોનલ અધિકારી નિમવામાં આવ્યાં છે અને ઝોન કચેરી, સ્ટ્રોંગરૂમ સહિ‌તની કામગીરી કે.કે. કન્યા વિદ્યાલયથી કાર્યરત કરાશે.
- વિદ્યાર્થીઓ, ફરજના કર્મીએ શું ધ્યાન રાખવું
કોઇપણ કર્મચારી ફરજ પર મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહીં
પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ મોબાઇલ લાવી શકશે નહીં
જે શાળામાં સીસીટીવી કેમેરા છે તે ચાલુ રાખવાના રહેશે
દરેક કેન્દ્ર પર પ્રશ્ચાતાપ પેટી, ફરીયાદ પેટી, સૂચન પેટી
પરીક્ષા કેન્દ્રમાં મુલાકાતીએ રજીસ્ટરમાં નોંધ કરવી પડશે