તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિ‌ટીમાં વીસી, પીવીસીની નવી ઓફિસ વિસ્તરણનો જંગી ખર્ચ ચર્ચાસ્પદ બન્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિ‌ટીમાં કુલપતિ અને ઉપકુલપતિની હાલની ઓફિસ નાની પડતી હોઇ બેઠક ક્ષમતામાં વધારો થાય એ પ્રકારે નવી ઓફિસ બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત ટીચર્સ ક્વાટ્ર્સ આગળ રોડનું કામ પણ ઓફિસના કામ સાથે સાંકળી લઇને ત્રણેયકામ પાછળ અંદાજે રૂ.૭૨ લાખ ખર્ચ થશે. જેમાં ક્વાર્ટસ રોડનું કામ બાદ કરીએ તો અંદાજે રૂ. પરથી પ૬ લાખ ખર્ચ વીસી, પીવીસીની ઓફિસ પાછળ થશે તેવું બાંધકામના સૂત્રોએ જણાવ્યું હતું.હાલ આ ખર્ચ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે ભાસ્કરે આ જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર આટલી મોટી રકમ ખર્ચીને ઓફિસમાં શું સુવિધાઓ વધારવામાં આવી રહી છે.

હાલ કુલપતિ કે ઉપકુલપતિને મળવા આવનાર મુલાકાતી, મહેમાનો માટે ચેમ્બર બહારની ગેલેરીમાં ગોઠવાયેલ સોફાની બેઠક વ્યવસ્થા છે. જોકે, એક સાથે વધુ પ્રમાણમાં મુલાકાતીઓ કુલપતિ કે ઉપકુલપતિની ચેમ્બરમાં આવે ત્યારે સંકળામણ રહે છે. જેમાં ક્યારેક વધારાની બેઠક માટે આસપાસના રૂમની ખુરશી લાવી વ્યવસ્થા ગોઠવવી પડે છે ત્યારે બંને ઓફિસનું વિસ્તરણ કરવાનો નિર્ણય યુનિવર્સિ‌ટીની કારોબારી સમિતિમાં લેવાયો હતો.

- હાલ વીસીની ૨૬.૪પ અને પીવીસીની ૧૮.૮૬ ચો. મીટરમાં ઓફિસ

હાલ કુલપતિની ઓફિસ અંદાજે ર૬.૪પ ચોરસ મીટર એરીયામાં છે. જેમાં ૧૩ વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા છે. જ્યારે એન્ટી ચેમ્બર આશરે નવ મીટરની છે. જેમાં ત્રણ માણસની બેઠક ક્ષમતા છે. જ્યારે ઉપકુલપતિની હાલની ઓફિસમાં એન્ટી ચેમ્બરની સુવિધા નથી. હાલની ઓફિસ ૧૮.૮૬ ચો.મીટરની છે. જેમાં અંદાજે ૧૦ વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા છે.

- નવી ઓફિસ વીસી ૭૦ ચોમી, પીવસી ૬૪ ચોમીની હશે

યુનિ.માં નવી ઓફિસના પ્લાનિંગમાં કુલપતિની જનરલ ઓફિસ ૭૦ ચોરસ મીટર એરીયાની હશે. જેમાં રપથી ૩૦ વ્યક્તિની બેઠક થઇ શકશે. આ ઉપરાંત એન્ટી ચેમ્બર ૧૭ ચો.મી એરીયામાં બનશે. જેમાં ઉપકુલપતિની જનરલ ઓફિસ ૬પ ચો. મીટરના એરીયામાં બનશે. આ ઉપરાંત ૧પ ચોરસ મીટરની અલગ એન્ટી ચેમ્બર બનશે. બંને ઓફિસોમાં નવા ટોઇલેટ બનશે. ફર્નિ‌ચરમાં કબાટ, પડદા, ટેબલની સુવિધાવાળો હજુ પ્લાનિંગમાં નથી તેમ બાંધકામ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે આ બંને નવી ઓફિસ બન્યા બાદ હાલની હયાત જગ્યા મુલાકાતીઓ માટે વેઇટીંગ કક્ષના ઉપયોગમાં લેવાશે.